ટંકારામા ઘરધણી સારવાર કરાવવા ગયા અને તસ્કરોએ મધરાતે ધામા નાંખીને અંદાજે એક લાખની મતા ઉસેડી ગયા.

Advertisement
Advertisement
પોલીસની નિષ્ક્રિયતાથી વાકેફ તસ્કરો મધરાતે ગામ ધમરોળી રહ્યા છે.
પોલીસ પેટ્રોલિંગ માત્ર કાગળ ઉપર હોવાનુ પામી ને નિશાચરો સક્રિય થયા હોય એમ ટંકારા પંથકને ધમરોળી રહ્યા છે.ટંકારાશહેરના દેરીનાકા રોડ પર આવેલ બાલકૃષ્ણ લાલજી હવેલી સામે ઘરધણીને મણકાની તકલીફ હોવાથી પુત્ર પાસે વડોદરા સારવાર અને આરામ કરવા ઘરને તાળા મારી ને પુત્રના ઘરે ગયા હતા. હરાખોરોએ બંધ મકાન ને નિશાન બનાવી ઘરમાંથી રોકડા ઉપરાંત, સોના ચાંદી ના દાગીના સહિત આશરે એક લાખ ની મતા બઠાવી ગયા હોવાની ભોગ બનેલા વૃધ્ધે પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, તસ્કરોએ અન્ય ત્રણેક બંધ મકાન મા પણ હાથફેરો કર્યો હતો.જોકે, અહીંયા નિયમિત વસવાટ ન હોવાથી મહેનત નિરર્થક રહી હતી.
 ટંકારા શહેરના મુખ્ય માર્ગ દેરીનાકા રોડ પર આવેલ બાલકૃષ્ણ લાલજી હવેલી સામે રહેતા વૃધ્ધ વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલે ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ મુજબ પોતે અને પત્ની ટંકારામા નિવૃત્ત જીવન વ્યતિત કરતા હોય છેલ્લા ત્રણેક મહિનાથી મણકાનો દુઃખાવો હોવાથી સારવાર અર્થે વડોદરા સંતાને ત્યા એકાદ મહિનાથી ઘરને તાળા મારી ને વડોદરા ટ્રીટમેન્ટ અને આરામ કરવા માટે ગયા હતા. પાછળથી તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ઘરમા પ્રવેશી તાળા તોડી ઘરમાં રહેલ સોના ચાંદી ના દાગીના ઉપરાંત રોકડ રકમ મળી કુલ રૂપિયા ૯૮,૩૦૫/- ની મતા બઠાવી ગયા હતા. બનાવ અંગે ભોગ બનેલા પ્રૌઢે પોલીસમા વિધીવત ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. જોકે, નિશાચરો એ આ સિવાય શહેરના અન્ય ત્રણ મકાન ના તાળા તોડી ધનલાભ ખાટવા પ્રયાસ કર્યો હતો. પરંતુ બાકીના બંધ મકાનમા ઘરમાલિકો અહીંયા નિયમિત રહેતા હોવાથી હરામખોરોનો પ્રયાસ અહીંયા નિરર્થક રહ્યા હતા.ચોરીના ભોગ બનેલા વૃધ્ધે મોરબી લાઈવ સમક્ષ વસવસો વ્યકત કરતા જણાવ્યું હતું કે, ચોરીમા બમણી મતા ચોરાઈ હોવાની જાણવાજોગ અરજી મા ઉલ્લેખ કર્યો હોવા છતા એફઆરઆઈમા પોલીસે ઉલ્લેખ સિમીત રકમનો કર્યા નો કચવાટ વ્યક્ત કર્યો હતો.