ટંકારા: બ્રહ્માકુમારીઝ દ્વારા નશામુક્તિ અભિયાન અંતર્ગત શાળાઓમા કેમપેઈન ચલાવી વ્યસનથી દુર રહેવા સંકલ્પ કરાવ્યો.

ટંકારા બ્રહ્માકુમારીઝ સેવા કેન્દ્ર દ્વારા નશા મુક્તિ મહા અભિયાન નો આરંભ કરી પંથકની શાળા મા શિક્ષકો અને વિદ્યાર્થીઓને વ્યસનથી દુર રહેવા અંગે વિસ્તૃત સમજ આપી પ્રતિજ્ઞા લેવડાવી હતી.
ટંકારા ખાતે કાર્યરત બ્રહ્માકુમારીઝ સેન્ટર કાયમ ધર્મ સાથે સમાજ સુધાર ના કાર્યો કરે છે. એ અંતર્ગત હાલ નશા મુક્તિ અભિયાન આરંભી પંથકની ૧૫ જેટલી શાળાઓમાં શિક્ષકો અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરી વ્યસન થી થતા નુકસાનની વિસ્તૃત સમજ આપવા સાથે નશાથી સામાજીક, શારીરિક, આર્થિક, માનસિક થતા નુકસાનની ચર્ચા કરી વિગતે સમજણ આપી હતી.
આજની યુવાપેઢી આવતીકાલનુ રાષ્ટ્રનુ ભવિષ્ય હોય સંધ્યાદીદીએ છાત્રોને માત્ર વ્યસનથી દુર નહીં સાથે જ ધ્યાન,રાખવાનુંસકારાત્મક સોચ, આત્મ જાગૃતિ, આધ્યાત્મિક મુલયોને જીવન મા ઉતારવા અનુરોધ કર્યો હતો. એકતાદીદીએ વિધાર્થીઓને મક્કમ મજબુતાઈ થી સ્વાસ્થ્ય ને નુકસાન થવા સાથે સમાજ હિત હૈયે રાખવા અને વ્યસનથી દુર રહેવા સમુહ સંકલ્પ કરી પ્રતિજ્ઞા લેવડાવી હતી.


