આદીવાસી સમાજ દ્વારા જનનાયક વીર બિરસા મુંડાના માન મા રેલી યોજાઈ

વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામા આદીવાસી સમાજ દ્વારા આદિવાસી જાતિના જન નાયક ગણાતા વીર વિરસામુંડાની સ્મૃતિમા રેલી નુ આયોજન કરવામા આવ્યુ હતુ. ટંકારા તાલુકામા આદિવાસી સમાજની વસતી ન હોવા છતા અહીંયા છેલ્લા પાંચ વર્ષથી વિર બિરસામુંડાને પેટીયુ રળવા વસતો આદીવાસી સમાજ યાદ કરી કાર્યક્રમ યોજે છે. જેને નગરજનો દ્વારા ઉમળકો બતાવી સારો પ્રતિસાદ આપી રહ્યા છે.
તા. ૯ ઓગસ્ટ વિશ્ર્વ આદિવાસી દિવસ નિમિત્તે ટંકારામા મૂળ આદીવાસી સમાજની વસતી ન હોવા છતા અહીંયા પેટીયુ રળવા વસતા આદિવાસી સમાજ દ્વારા ઉજવણી કરવામા આવી હતી. જેમા, આદીવાસી સમાજના હિત રક્ષક તરીકે જાણીતા એડવોકેટ મનસુખભાઈ ચૌહાણની આગેવાની હેઠળ રેલી યોજી શહેરના મુખ્ય માર્ગો પર શાંતિપૂર્ણ વાતાવરણમાં રેલીનુ આયોજન કરી આદીવાસી સમાજના હક્ક માટે અંગ્રેજ સલ્તનત સામે કાયમ લડતા વીર બિરસા મુંડા ની સ્મૃતિ ને આદીવાસી સમાજમા કાયમ જીવંત રાખવા પ્રયાસ કરી તેઓના માન મા રેલી નુ આયોજન કરાયુ હતુ. આદીવાસી સમાજના ઉત્સાહ ને વેગ આપવા બહુજન કર્મશીલ નાગજીભાઈ ચૌહાણ ઉપરાંત,દિપકભાઈ ગોહેલ, લક્ષ્મણભાઈ વાણિયા, ડો. હરેશભાઈ પંડ્યા, રામશંકર વર્મા, મહેન્દ્રભાઈ ચાવડા, લલિત પરમાર, કાનાભાઈ ગોહેલ, અરવિંદભાઈ ગોહેલ, નવઘણભાઈ ગોહેલ, જેસાભાઈ ગોહેલ, ગીનુ મહીડા, નરસિંગભાઈ સંગોળ, પરવતભાઈ સંગોળ, વિક્રમભાઈ વસુનીયા, ઈશ્વરભાઈ ડામોર સહિતના રેલીમાં જોડાયા હતા. કાર્યક્રમમા તાલુકામા વસતા આદિવાસી સમાજના લોકો જનનાયક વીર બિરસામુંડા ના સંસ્મરણો વાગોળતા અને જય આદિવાસી ના જયઘોષ સાથે આદિવાસીના અદલ પોષાક મા હાથ મા તીર કામઠા ધારણ કરી જોડાયા હતા. સર્વ સમાજના લોકો દરેક ને આવકાર્યા હતા.


