સાવડી પ્રા.આ. કેન્દ્ર દ્વારા મેલેરીયા વિરોધી કામગીરી કરવામાં આવી.

Advertisement
Advertisement
Oplus_131072
 જીલ્લા આરોગ્ય અધિકારી ડો.પી.કે.શ્રીવાસ્તવ અને  ડો.વિપુલ કારોલીયાની સુચના અને માર્ગદર્શન હેઠળ ટંકારા તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર સાવડી ના ડો.પ્રદીપ ડાંગરના વડપણ હેઠળ તેમજ  હિતેષ કે પટેલ ના સુપરવીઝન હેઠળ પ્રા આ કેન્દ્ર સાવડી હેઠળ ના ગામડાઓમા તંત્રની સુચના હેઠળ હાઉસ ટુ હાઉસ સઘન સર્વેલન્સ તેમજ વાહકજન્ય રોગ અટકાયતી કામગીરી કરવામાં આવી હતી. ઝુંબેશ અંતર્ગત ક્ષેત્રીય કક્ષાના તમામ આરોગ્ય કાર્યકરો દ્વારા સર્વેલન્સ, વાહક નિયંત્રણ અને આરોગ્ય શિક્ષણની પ્રવૃત્તિઓ જૂન માસ મેલેરિયા વિરોધી માસ દરમિયાન હાથ ધરવામાં આવી હતી. ફિલ્ડ આરોગ્ય કાર્યકરો દ્વારા મેલેરિયા, ડેન્ગ્યુ અને ચિકનગુનિયાના કેસોની શોધખોળ કરી લોહીના નમૂના લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, મચ્છર ઉત્પત્તિના બધા સંભવિત સ્થળોની તપાસ કરી પોરાનાશક કામગીરી કરવામાં આવી હતી અને નકામા પાણીના પાત્રો ખાલી કરાવવામાં આવ્યા હતા. લોકોને પક્ષી કુંડ નિયમિત રીતે સાફ કરવા તેમજ ઘરોની અંદર અને બહાર જે સ્થળોમાં પાણી ભરાયેલ છે તેની ચકાસણી કરવા જણાવ્યું હતું. બિનઉપયોગી પાત્રોમાં ભરાયેલ પાણી દૂર કરી ઉપયોગી પાણીના પાત્રમાં ટેમીફોસ જૈવિક નિયંત્રણની કામગીરી આવી હતી. આ સાથે જ સ્કૂલ ખાતે આરોગ્ય શિક્ષણ, રેલી અને પત્રિકા વિતરણ કરીને લોકોને વાહકજન્ય રોગ નિયંત્રણ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા.