મોરબી કોર્ટે ચેક રિટર્ન કેસમા કસુરવાર ને બે વર્ષની સજા અને મુદ્દલ રકમ ડબલ ચુકવવા આદેશ કર્યો.

Advertisement
Advertisement
 નવાગામની પાર્ટીએ એલ્યુમિનિયમ કેન ખરીદી અંગુઠો બતાવતા લેણદારે કોર્ટ ના દ્વાર ખટખટાવ્યા
મોરબીના ચાંચાવદરડા ગામે આવેલ એલ્યુમિનિયમ કેન બનાવતી ઈન્ડસ્ટ્રીઝ પાર્ટી પાસેથી નવાગામની પેઢી ના પ્રોપાઈટર બ્રિજેશ ભુલાભાઈ ખાણધરે માલ ખરીદી રૂપિયા ૧૫,૪૫,૬૯૭/- ની ઉધાર ખરીદી કરી પેઢીનો ચેક આપ્યો હતો. જે ચેક વટાવવા બેંક મા રજુ કરતા ચેક બેલેન્સ ના અભાવે પરત ફરતા લેણીયાતે ચેક આપનાર ને અવગત કરતા તેણે લેણી રકમ ન મોકલતા લેણદારે નેગોસીએબલ એકટ હેઠળ મોરબી કોર્ટમા ફરીયાદ કરતા કેસ ચાલી જતા નામદાર કોર્ટે નવાગામ ના ઈસમને કસુરવાર ઠેરવી બે વર્ષની સાદી જેલ ની સજા અને ડબલ લેણી રકમ ચુકવવા આદેશ કર્યો હતો.
મોરબી તાલુકાના ચાંચાવદરડા ગામે આવેલ એલ્યુમિનિયમ ફેક્ટરી ખાતેથી નવાગામ ના બ્રિજેશ ભુલાભાઈ ખાણધરે માલ ખરીદી પેમેન્ટ માટે ચેક ઈસ્યુ કર્યો હતો. રૂપિયા ૧૫,૪૫,૬૯૭/-  નો ચેક નાણા ના અભાવે બાઉન્સ થતા નાણા ન મોકલતા લેણદારે તેમના વકીલ આર.એ.પટેલ મારફતે ચેક રિટર્ન સબબ ધી નેગોસિએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ૧૩૮ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલી જતા મોરબી કોર્ટે આધાર પુરાવા ધ્યાને લઈ ચેક રીટર્ન સબબ ચિટીંગ કરનારા શખ્સ ને તકસીરવાન ઠેરવી બે વર્ષની સાદી જેલ સજા અને લેણી રકમ ની ડબલ રકમ રૂપિયા ૩૦,૯૧,૩૯૪/-  લેણદાર ને સમયમર્યાદામા ચુકવી આપવા હુકમ કર્યો હતો.એડવોકેટ આર.એ.પટેલ ઉપરાંત, એન.એલ.વડસોલા, એ‌.એચ.દસાડીયા, મૌલી કાવર સહિતના રોકાયા હતા.