ટંકારા પોલીસે ૭૦૦ લીટર દેશી દારૂના જથ્થા સાથે કારચાલક ને દબોચી લીધો, વધુ ત્રણ નામ ખુલ્યા.

ટંકારા સ્થાનિક પોલીસ પેટ્રોલિંગમા પસાર થતા તાલુકા ના લતીપર રોડ ઉપર જબલપુર ના પાટીયા પાસેથી ઈકો કાર પસાર થતા ચાલકને અટકાવતા ચાલક ની હિલચાલ શંકાસ્પદ જણાતા કારની તલાસી લેતા કારમાથી દેશી દારૂ ભરેલ તૈયાર બુંગીયા કોથળીઓનો ૭૦૦ લીટર દેશી દારૂનો મસમોટો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે દેશી દારૂની હેરાફેરી મા અટક કરી પોલીસ મથકે લઈ આવી પ્રાથમિક પુછપરછ કરતા પોલીસના હાથે જલાયેલો શખ્સે ધંધામા અન્ય વધુ ત્રણ શખ્સો પણ સામેલ હોવાનુ જણાવી પોલીસ પાસે વટાણા વેરી નાખતા પોલીસે કાર ચાલક ની દેશી દારૂના જથ્થા સાથે વિધીવત ધરપકડ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી સામેલ ત્રણેય શખ્સોને હાથવગા કરવા ચક્રો ગતિમાન કર્યા હતા.
ટંકારા પોલીસ ઈન્સ્પેક્ટર જે.ડી.ઝાલા ટીમ સાથે પેટ્રોલિંગમા નિકળ્યા હતા એ દરમિયાન લતીપર હાઈવે ઉપર જબલપુર પાટીયા નજીકથી અજાણી ઈકો પસાર થતા ચાલકને અટકાવી પુછતાછ કરતા ચાલકના જવાબ શંકાસ્પદ જણાતા પોલીસે કાર ની તલાસી લેતા કારમાથી દેશી દારૂના બુંગીયા તૈયાર કોથળી નો મસમોટો ૭૦૦ લીટર દેશી દારૂ નો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે રાજકોટના દિલીપ ઉર્ફે જીજ્ઞેશ લાખા ગોહેલ ની અટક કરી પોલીસ મથકે લઈ આવી પ્રાથમિક પુછતાછ કરતા દિલીપે વટાણા વેરી નાંખી દેશીદારૂની સપ્લાય મા પોતાની સાથે સુરેન્દ્રનગર જીલ્લા ના થાન તાલુકાના નળખંભા નો વિજય સુખા સારલા, સુરેન્દ્રનગર જીલ્લા ના સાયલા તાલુકાના સામતપરનો દશરથ રમેશ કણઝારીયા અને ટંકારા તાલુકાના સરાયાનો આસીફ ઈરફાન વિકીયા પણ સામેલ હોવાની કબુલાત આપતા પોલીસે કાર સહિત રૂપિયા ૪,૪૫૦૦૦/- ના મુદ્દામાલ સાથે ચાલકની વિધીવત ધરપકડ કરી અન્ય ત્રણને હાથવગા કરવા કવાયત હાથ ધરી હતી


