પરપ્રાંતિય ખેતમજુર પરીવારનો માસુમ તળાવ ની પારી એથી પતંગ ચગાવતા પગ લપસી જતા મોત નિપજયુ.

ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામના ખેડુત ને ત્યા ખેતમજુરી કામ કરતા પરપ઼ાંતિય શ્રમિક પરીવાર નો નિર્દોષ બાળક ખેતર નજીક આવેલ તળાવની પાળી ઉપર થી પતંગ ચગાવતા અકસ્માતે પાણી ભરેલા તળાવ મા ખાબકતા ડુબી જવાથી તેનુ મોત નીપજયુ હતુ. બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માતે થયેલ મોતના બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની જાણવા મળેલી હકિકત મુજબ ટંકારા તાલુકાના નેસડા (ખાનપર) ગામના ખેડુત મનસુખ નરસી ભાડજા ની ગામડે સીમમા આવેલ ખેતીની જમીનમા મધ્યપ્રદેશ રાજયના અલીરાજપુર જીલ્લાના કાકડકુવા ગામ ના સુનિલ મીરૂસિંહ મેડા ખેતમજુરી કરવા પરીવાર સાથે જોડાયો હતો. અને સીમ વગડામા આવેલ ખેતરમા જ વસતા હતા. નિત્યક્રમ મુજબ શ્રમિક પરીવાર ખેતીકામમા પરોવાયો હતો. એ વખતે પરીવાર નો 7 વર્ષ નો માસુમ આકાશ નામનો બાળક ખેતર નજીક આવેલ તળાવ ની પાળી ઉપર ચડીને પતંગ ચગાવી નિર્દોષ રમત મા ગુલ હતો એ વખતે ઓચિંતા પગ લપસી જતા પાણી ભરેલા તળાવ મા ખાબક્યો હતો. અકસ્માતે તળાવ મા પડી જતા બાળક્ને બચાવવા માટે પરીવાર આકુળ વ્યાકુળ થયો હતો. પરંતુ મહેનત સફળ નિવડી નહોતી. અને બાળકનુ પાણીમા ડુબી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ.બનાવની જાણ ટંકારા પોલીસને કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


