ટંકારા તાલુકાના સખપર પ્રા. શાળાના આચાર્ય શ્રેષ્ઠ BLO સુપરવાઈઝર તરીકે સન્માનિત.

રાજયમા છેલ્લા બે મહિનાથી ચાલી રહેલી કઠીન અને મહત્વપૂર્ણ એસઆઈઆર (SIR) કામગીરી અંતર્ગત ઉત્કૃષ્ટ કામગીરી કરનારા બીએલઓ, સહાયક બીએલઓ, સુપરવાઈઝર સહિતનાઓને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સન્માનિત કરાયા હતા. જેમા, ટંકારા તાલુકાના સખપર પ્રાથમિક શાળાના આચાર્ય હેમંતભાઈ ભાગીયાને મોરબી જીલ્લાના શ્રેષ્ઠ BLO સુપરવાઈઝર તરીકે સન્માનિત કરવામા આવ્યા હતા.
ટંકારા વિધાનસભા બેઠકના રૂટ નં. 9 ના BLO સુપરવાઇઝર તરીકે ફરજ બજાવી રહેલા ટંકારા તાલુકા ના સખપર ગામ ની પ્રા. શાળા ના આચાર્ય હેમંતભાઈ ભાગીયા ભારે જહેમત ઉઠાવી સરકાર ના ચુટણીપંચ દ્વારા સોપાયેલી અગત્યની કામગીરીનુ મહત્વ સમજી પૂર્ણ કરવા તેમની અંડર ના તમામ BLOને સચોટ માર્ગદર્શન આપવા સાથે કાર્ય સંબંધિત માહિતી સમયસર અને ચોકસાઈપૂર્વક પુરી પાડી, પોઝીટીવ વાતાવરણ વચ્ચે ટીમભાવનાથી કામગીરી ની ઝુંબેશ ચલાવી રહ્યા હોવાનુ પારખીને જીલ્લા વહીવટી તંત્ર એ જીલ્લા કક્ષાએ આયોજિત 16મા નેશનલ વોટર્સ ડે અંતર્ગત મહિલા કોલેજ,મોરબી ખાતે યોજાયેલા કાર્યક્રમમા જીલ્લા ચુંટણી અધિકારી અને કલેક્ટર કે.બી.ઝવેરી દ્વારા હેમંતભાઈ ને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી સન્માનિત કરાયા હતા.


