ટંકારા: હમીરપર ગામે પરપ્રાંતિય તરૂણે ઝેરી દવા ગટગટાવી મોત મીઠુ કર્યુ.

Advertisement
Advertisement
પરપ્રાતિય સગીરે શા માટે મોત નો માર્ગ પસંદ કર્યો..? કોયડો અકબંધ
ટંકારાના હમીરપર ગામના ખેડુત ને ત્યા ખેતમજુરી કામ કરતા પરપ્રાંતિય ખેતમજુર પરીવારના આશાસ્પદ તરૂણે ખેતરે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લેતા મજુર પરીવાર હતપ્રભ થયો હતો. બનાવની જાણ ટંકારા પોલીસને થતા પોલીસે અપમૃત્યુ બનાવની નોંધ કરી વિશેષ તપાસ હાથ ધરી હતી. જોકે, બનાવનુ કારણ અકબંધ રહયુ હતુ.
ટંકારા તાલુકાના પડધરી રોડ પર આવેલ હમીરપર ગામ ના નરેશ તરસી ચિકાણી નામના ખેડુત ના સીમ મા આવેલ ખેતરમા ખેતમજુરી કામે વળગી સીમ મા જ ખેતર મા વસતા મૂળ મધ્યપ્રદેશ રાજય ના અલીરાજપુર જીલ્લા ના ચંદ્રશેખર આઝાદ તાલુકા ના ચાંદપુર ના પરપ્રાંતિય ખેતમજુર શ્રમિક ખુમસિંહ મોર્ય પોતાના પરીવાર સાથે વસવાટ કરે છે. ખેતમજુર પરીવાર ના આશાસ્પદ તરૂણ ભદુભાઈ (ઉ.વ.16) એ ખેતર મા જ ઝેરી દવા ગટગટાવી ઓચિંતા આત્મહત્યા કરી લીધી હતી. બનાવ અંગે મજુર પરીવારના આશાસ્પદ તરૂણના આત્મઘાતી પગલાની જાણ ટંકારા પોલીસને થતા પોલીસે અપમૃત્યુ બનાવની નોંધ કરી સગીરે શા કારણે અંતિમ વાટ પકડી તે મુદ્દે વિશેષ તપાસ હાથ ધરી હતી.