ટંકારા:બંગાવડી ગામે ઉધાર આપવાની ના પાડતા દુકાનદારને માર પડ્યો, 

Advertisement
Advertisement

ખેતમજુર કરીયાણુ લેવા આવ્યો, ઉધારની ના પાડતા અન્ય ત્રણ મિત્રોને તેડાવી દુકાનમા જ લમઢારી નાંખ્યો

—-+++————++++-+——————-+++++——

ટંકારાના બંગાવડી ગામે દુકાન ચલાવતા દુકાનદારે કરીયાણા સહિતની ખાધ સામગ્રી રોકડેથી જ ખરીદવા અને ઉધાર આપવાની ના કહેતા રાશન લેવા આવેલા ગ્રાહકના ભવા ખેંચાયા હતા.તાબડતોબ ધ્વની સંદેશથી વાવડ દઈ અન્ય ત્રણ મિત્રોને તેડાવતા ચારેય શખ્સોએ એક સંપ કરી દુકાનદારને દુકાનમા જ લમઢારી ચારેય પરપ્રાંતીય ખેતમજુર શખ્સો નાસી છુટ્યા હતા,

ટંકારાતાલુકાના જામનગર હાઈવે પર આવેલ બંગાવડી ગામે રહેતા અને પ્રોવિઝન સ્ટોર જેવી દુકાન ચલાવતા ભાયલાલ જીવરાજ કાનાણી ની દુકાને ખરીદી કરવા આવેલા  શ્રમિક રાહુલ સુખલાલને ઉધાર રાશન આપવાની ના પાડી રોકડા હોય તો જ ખરીદી કરવા સ્પષ્ટ જણાવતા ઉધારની ના કહેતા બગડ્યો હતો.‌‌અને‌ પોતાના મિત્રો ને મોબાઈલ કરી ફટાફટ તેડાવી લીધા હતા. માથાકુટ કરવા મદદે આવેલા રાહુલ સરખુભાઈ, બબલુ નાથુભાઈ, અનીલ રૂમાલસિંગ સહિતના ચારેયે એક સંપ કરી ઉધાર ની ના કહેનારા દુકાનદારને દુકાનમા જ લમઢારી નાંખી ચારેય પરપ્રાંતીય ખેતમજુરો નાસી છુટ્યા હતા. બનાવ અંગે ભોગ બનેલા દુકાનદારે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.