દયાહીન અજાણ્યો કાર ચાલક અકસ્માત સર્જી નાસી છુટયો.
ટંકારા તાલુકાના હીરાપર નજીક બાઈક પર જતા ખેતમજુર પરીવારના બાઈકને પુરપાટ વેગે પાછળ ધસી આવેલી કારે અડફેટે લઈ અકસ્માત સર્જતા બાઈકમા મા ના ખોળા મા હસતુ ખેલતુ માસુમ બાળકને કારના ટાયર નીચે કચડી નાખી દયાહીન કારચાલક બનાવ સ્થળે થી નાસી છુટયો હતો. બાઈક બેઠેલા અન્ય પાંચ ને ઈજા પહોંચતા તમામને સારવારમા ખસેડાયા હતા.
મૂળ પરપ્રાત મધ્યપ્રદેશથી પેટીયુ રળવા સંજુ ઉર્ફે વિજય વેસતા પાચીયા પરીવાર સાથે હાલ ટંકારાના જબલપુર પાટીયા સામે રહે છે. પોતાના બાઈક પર કામ સબબ પત્ની સુમિત્રા પોતાના બે માસુમ બાળકો ચાર વર્ષ ની પુત્રી રવિના, બે વર્ષ નો માસુમ બાળક કાર્તિક અને સાથે મજુરીકામ કરતી સેજલબેન વિકાસ મખોડીયા અને સેજલનો એક વર્ષનો દીકરો આર્યન સહિતના છ સભ્યો નજીકના અન્ય ગામડે ગયા હતા. કામ નિપટાવી પરત ફરી રહ્યા હતા એ વખતે હિરાપર ગામ નજીક હાઈવે પર પસાર થતા હતા એ ટાંકણે પાછળથી પુરપાટ ઝડપે અજાણી કારે અડફેટે લેતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત સર્જાતા બાઈક મા સવાર તમામ છ એ સભ્યો હાઈવે પર પટકાયા હતા.જેમા, મા ની ગોદમાં બેઠેલો બે વર્ષ નો કુમળા ફુલ જેવા કાર્તિક પર કારનુ ટાયર ફરી વળતા બાળકનુ ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતુ.જયારે, બાઈક પર મુસાફરી કરી રહેલા પાંચેયને ઈજા પહોંચતા કોઈએ હોસ્પિટલ સારવાર મા ખસેડયા હતા. જોકે, અકસ્માત સર્જનારો દયાહીન અજાણ્યો કાર ચાલક સુમસામ હાઈવે પર અકસ્માત સર્જી નાસી છુટયો હતો. પોલીસે ગુના નોંધી નાસી છુટેલા કાર ચાલક ને હાથવગો કરવા કવાયત હાથ ધરી હતી.



