રાસાયણિક ખાતરનો ભાવ વધારો પરત ખેંચવા ગ્રા.સુ. મંડળના પ્રમુખે કૃષિમંત્રીને પત્ર પાઠવી માંગણી કરી.
અપુરતા વરસાદથી પાક નબળો પડતા ખેડુતોને રાહત આપવા રજુઆત.
અપુરતા વરસાદથી ખેડુતો ભારે તનાવ અનુભવી રહ્યા છે. એ વેળાએ રાસાયણિક ખાતરમા થયેલો ભાવવધારો પરત ખેંચવા ખેડુતોના હિતમા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખે રાજ્યના કૃષિ મંત્રીને પત્ર પાઠવી માંગણી કરી હતી.
આ વર્ષે મેઘરાજા એ હેત વરસાવવામા કંજુસાઈ કરી હોવાથી ખેડુતોના મન કચવાટની લાગણી અનુભવી રહ્યા છે. દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાઈ છે.પરીણામે ખેતરમાં તૈયાર થયેલ ફસલ ની લણણી નબળી રહી છે. પરીણામે વેચાણ કરેલ ફસલના ભાવ પણ પ્રમાણ મા નીચા મળ્યા છે.મહેનત કરતા ઓછુ વળતર મળવાથી ખેડુતો ની આંતરડી કકડી હોય એ સ્વાભાવિક છે. એવા ટાણે સરકારે રાસાયણિક ખાતર ના ભાવ મા વધારો કરતા ખેડુતોને પડ્યા ઉપર પાટુ મારવા જેવી સ્થિતિ નિર્માણ થઈ છે. તાત્કાલિક ખાતરનો ભાવ વધારો પરત ખેંચી ખેડુતો ના આંસુડા લુછવા ટંકારા તાલુકા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ ગૌતમ વામજાએ રાજ્યના કૃષિમંત્રી તથા મુખ્યમંત્રી ને પત્ર પાઠવી ખેડુતો વતી માંગણી કરી હતી. વધુ મા ભાવવધારો થવાથી શિયાળુ પાક ના વાવેતર માટે રાસાયણિક ખાતર ખરીદ કરવુ ભારે મુશ્કેલ હોવાનુ પત્રના અંતમા વામજાએ જણાવ્યુ હતુ.



