હડમતિયા પાસે પારકા ડખ્ખામા વચ્ચે પડેલા યુવાન ને ધોકો ફટકારતા મોત નિપજ્યુ.
ટંકારા તાલુકાના હડમતીયા ઔધોગિક ઝોનમા આવેલ પ્લાસ્ટિક ફેક્ટરીના દરવાજા પાસે કોઈ ઝગડો કરી રહ્યા હોવાનુ જણાતા નજીકથી પસાર થતો યુવાન દોડી આવ્યા બાદ પારકી માથાકુટમા વચ્ચે પડતા ઝગડતા શખ્સે માથામા લાકડાના ધોકાનો ધોકો ફટકારી દેતા ગંભીર રીતે ઘાયલ થયા બાદ હોસ્પિટલ ખસેડાયો હતો. જોકે, સારવાર કારગત નિવડે એ પૂર્વે યુવાનનુ મોત નિપજતા નવાણીયો કુટાઈ જતા પોલીસે હત્યા નો બનાવ નોંધી તપાસ હાથ ધરી છે.
ટંકારા તાલુકાના લજાઈ ચોકડી પાસે આવેલ હડમતીયા જીઆઈડીસી વિસ્તારમાં આવેલ પ્લાસ્ટિક ફેક્ટરીમા લેબરકામ કરતા મૂળ બિહાર રાજ્યના રોશનકુમાર અન્નુ રાવત નામના યુવાને પોલીસમા ફરીયાદ નોંધાવી હતી કે, ત્રણ મિત્રો રોશન રાવત, દિલસુખ સુધીર મંડલ, અભિષેક બબલુ મંડલ બહાર લટાર મારી પરત ફેક્ટરી પર પરત ફરી રહ્યા હતા ત્યારે ગેટ પાસે પહોંચતા બિહારના વતની રૌશનકુમાર વિરેન્દ્ર મંડલ અગાઉથી ત્યાં ઉભો હતો. અને કોઈ મુદ્દે ઝગડો કરી રહ્યોહોય દેકારો થતા નજીક લેબર કોલોનીમાં રહેતા મનોહરરાજ સંજય મંડલ વચ્ચે પડી ઝગડો ન કરવા છોડાવવા દોડી આવ્યા હતા.એ વખતે ઝનુની બનેલા રોશને લાકડાનો ધોકો ફટકારી દેતા વચ્ચે પડેલો નવાણીયો મોહનરાજ ત્યાં જ ઢળી પડ્યો હતો.જોકે, બાદ મા તાબડતોબ મોરબી અને રાજકોટ હોસ્પિટલ સારવાર માટે ખસેડાયો હતો. પરંતુ સારવાર કારગત નિવડે એ પૂર્વે ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા યુવાને દમ તોડી દેતા બનાવ હત્યામા પલટાયો હતો. પોલીસે હત્યાનો ગુનો્હોનોંધી વધુ તપાસ હાથ ધરી હત્યારા ને પકડવા કાર્યવાહી હાથ ધરી છે.



