મોરબી જીલ્લા મથકે કાર્યરત લાયસન્સી સર્વેયરોએ અગાઉ ચાલતા જીલ્લાના કાર્યક્ષેત્ર મુજબ કામગીરી ફાળવવા સહિતના મુદ્દે કલેકટરને આવેદનપત્ર પાઠવ્યું.

Advertisement
Advertisement
 મહેનતાણુ સમયસર ચુકવવા,રીન્યુઅલ પધ્ધતિ સરળ કરવા, વ્યાજબી વાત ન સંતોષાય તો આગામી ૧૫ ઓગસ્ટ થી કામગીરીના બહિષ્કાર નુ બુંગીયુ ફુકયુ.
Oplus_131072
મોરબી જીલ્લાના લાયસન્સી સર્વેયર એસોસિયેશન દ્વારા જીલ્લા કલેકટર, સુપ્રિટેન્ડેન્ટ લે.રે. અધિકારીને સર્વેયરો સરકાર દ્વારા ફાળવવામાં આવતી સરકારી માપણી પારદર્શક રીતે કરવામાં આવે છે.સરકારે જીલ્લા લેવલના લાયસન્સ ઈસ્યુ કરેલ છે. પરંતુ  વર્તમાનમા ક્લસ્ટરવાઈઝ તાલુકા મથકે કામગીરી ફાળવવાથી આજીવિકાને સીધી અસર ઉભી થયેલ છે. પરીણામે સર્વેયરોની આવક ઘટવાથી કારમી મોંઘવારી મા ઘર અને પરીવારનુ લાલનપાલન મુશ્કેલ બનવા સહિતના અનેક મુદ્દા ઉઠાવી યોગ્ય કરવાની માંગણી કરતુ આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. જો, આ મુદ્દે યોગ્ય ન્યાય નહીં મળે તો આગામી તા.૧૫ ઓગસ્ટ થી ના છુટકે સરકારી કામકાજથી દુર રહી આંદોલન છેડવાની ફરજ પડવાનુ અલ્ટીમેટમ અપાયુ હતુ.
લાયસન્સી સર્વેયર એસોસિયેશન દ્વારા જીલ્લા મથકે અગાઉ ચાલતુ લોગીન એક્સેસ અને સમગ્ર જીલ્લામા કામગીરી ફાળવવાની માંગણી આવેદનપત્રમા કરી હતી.માપણી કામગીરીનુ વેતન સમયસર અને ઓનલાઈન ચુકવણુ કરવા પણ મુદ્દો ઉઠાવ્યો હતો. કારમી મોંઘવારી ધ્યાને લઈ માપણી ફીમા સર્વેયરોનુ સન્માન જળવાઈ તેવો વધારો કરવા, લાયસન્સ રીન્યુઅલ પધ્ધતિને સરળ બનાવવા, સરકારી માપણી પ્રકરણે માત્ર જે સર્વે નંબરની માપણી કરવાની હોય તે સર્વે નંબરની સાથે લાગુ સર્વે નંબરની મેળવણુ કરવા જરૂર હોવાથી આનુસાંગિક તમામ રેકર્ડ વિનામુલ્યે પુરૂ પાડવામાં આવે, ફિલ્ડ વર્ક સમયે કાયદાકીય મુદ્દે રક્ષણ પુરૂ પાડવા, બહોળો અનુભવ ધરાવતા સર્વેયરોને સરકારી સર્વેયરમા સમાવવા સહિતના મુદ્દા ઉઠાવી મુખ્યમંત્રી, સેટલમેન્ટ કમિશનર, મહેસુલ મંત્રી સહિતનાઓને આવેદનપત્ર મોકલી આપ્યુ હતુ ‌ આવેદનપત્રના અંતમા, જો વ્યાજબી માંગણી સંતોષવામા નહીં આવે તો આગામી તા.૧૫ મી ઓગસ્ટથી સમગ્ર જીલ્લા ના લાયસન્સી સર્વેયરો તાલુકા મથકની તમામ કામગીરીનો સંપૂર્ણ બહિષ્કાર કરી અચોક્કસ મુદ્દતની હડતાળ પાડવાની ચિમકી ઉચ્ચારી હતી.