
ટંકારા શહેરના હાઈવે કાંઠે સોપારી, તમ્બાકુ નો વેપાર કરતા હતા વેપારી ની દુકાન ના તાળા તોડી માલસામાન ઉઠાવી ચોરીના ગુન્હા ને અંજામ આપી તસ્કરો નાસી છુટ્યા હતા. બનાવ અંગે ભોગ બનેલા વેપારીએ રાબેતા મુજબ બનાવની પોલીસ ફરીયાદ નોંધાવી હતી પોલીસે બનાવની તપાસ હાથ ધરી હતી.
લગભગ એકાદ અઠવાડીયા પૂર્વે બનેલા ચોરીના બનાવ મા ટંકારા પોલીસે ખાનગી રાહે છાનભીન આદરી રવિ ભીખા ચાંઉ અને રૂપેશ ચંદ્રકાંત સંચાણીયાને પોલીસે દબોચી લઈ ચોરીની મતા કબજે લઈ જેલહવાલે કર્યા હતા. દરમિયાન તેમના વકીલ કેતન બી.ચૌહાણ,દેવજી આર.ચૌહાણ વિશાલ યાજ્ઞિક મારફતે રેગ્યુલર જામીન પર મુક્ત થવા કોર્ટ મા અરજી દાખલ કરી હતી. સેસન્સ કોર્ટ દ્વારા દલીલો માન્ય રાખીને રૂપિયા ૨૫ હજાર ના જામીન પર મુક્ત કરવાનો હુકમ કર્યો હતો.


