ટંકારા તાલુકાના ગજડીના શિક્ષકના પુત્ર અને ટંકારાના એડવોકેટ અને નોટરી મુકેશભાઈ બારૈયાના ભત્રીજાએ SSC મા ૯૯.૮૭ પીઆર મેળવ્યા.

ટંકારાના વાઘગઢના વતની પ્રા. શિક્ષક જગદીશભાઈ બારૈયાના સુપુત્ર મિશ્ર્વ બારૈયાએ ધોરણ ૧૦ SSC બોર્ડ એક્ઝામમા ૯૯.૮૭ પી.આર. સાથે ઉત્તિર્ણ થઈ ટંકારા પંથકનુ ગૌરવ વધાર્યુ છે. મિશ્ર્વ બારૈયાએ વિજ્ઞાન,ગણીત અને સંસ્કૃત વિષયમા ૧૦૦ માથી ૧૦૦ માર્ક્સ મેળવી અવ્વલ નંબર પ્રાપ્ત કર્યો હતો. ટંકારા ના એડવોકેટ અને નોટરી મુકેશભાઈ બારૈયાનો ભત્રીજો મિશ્ર્વ અભ્યાસક્ષેત્રે આગળ વધી ઉચ્ચ કારકિર્દી ઘડવા ની મહેચ્છા ધરાવે છે.


