
ટંકારા તાલુકાના વિસ્તારમા આવેલ ફેક્ટરી મા મજુરીકામે જોડાયેલા પરીવાર ફેક્ટરીમા આવેલ મજુરોની ઓરડીમા વસતો હતો. રાબેતા મુજબ માતા પિતા કામે વળગ્યા હતા. એ વખતે મજુર મા-બાપનો કુમળા ફુલ જેવો માસુમ બાળક આંગણા મા નિર્દોષ બાળ રમી રહ્યો હતો. ત્યારે બાજુ ની ખોલી મા વસતા શ્રમિક ને વાસનાનો કીડો સળવળ્યો હોય બાળકને પોતાની ઓરડીમા ફોસલાવી લઈ જઈ બાળક અત્યાચાર ગુજારી સૃષ્ટિ વિરૂધ્ધ નુ હિન કૃત્ય આચરી ફરાર થઈ ગયો હતો. બાળકની વેદના ભરી ચીચીયારીઓથી માબાપ સહિતનાઓએ દોડી જઈ ઈજા સાથે હોસ્પિટલે ખસેડાયો હતો. અધમ કૃત્ય ની જાણ ટંકારા પોલીસ ને થતા પોલીસે બનાવની ગંભીરતા સમજી તાબડતોબ પંથકમાથી અધમ કૃત્ય આચરનાર હરામખોર નરપિશાચ ને દબોચી લઈ રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.
ટંકારા તાલુકા વિસ્તારમા આવેલ ફેક્ટરી મા મજુરીકામે જોડાયેલ શ્રમિક દંપતિ તેના પરીવાર સાથે અહીંયા ફેક્ટરી મા જ વસવાટ કરતા હતા. રાબેતા મુજબ દંપતિ ફેક્ટરી મા કામ કરવામા લીન હતા. એમનો કુમળા ફુલ જેવો બે વર્ષ નો માસુમ બાળક આંગણામા નિર્દોષ બાળ રમત રમી રહ્યો હતો. એ ટાંકણે બાજુ ની ઓરડીમા વસતો મૂળ બિહાર રાજ્યના મોતીહારી જીલ્લા ના ઉચીભટીયા ગામનો રામવિકાસ ગેનાસાહ તૈલી નામનો પરપ્રાંતિય શ્રમિક ને વાસનાનો કીડો સળવળ્યો હતો. અને નિર્દોષ માસુમ બાળકને પોતાની ઓરડીમા લઈ જઈ બાળક સાથે સૃષ્ટિ વિરૂધ્ધ નુ હિન કૃત્ય આચરી નાસી છુટયો હતો. માસુમ બાળક ની વેદના ભરી ચીચીયારીઓથી બાળક ના માતા પિતા સહિતનાઓએ દોડી જઈ મામલો પારખી માસુમ ભૂલકાને કણસતી હાલતમા તાબડતોબ સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. બનાવની જાણ ટંકારા પોલીસ ને થતા પોલીસે બનાવની ગંભીરતા સમજી તાબડતોબ હરામખોર પંથકમાથી નાસી જાય એ પૂર્વે ડીવાયએસપી સમીર સારડાની સુચનાથી પોલીસ ઈન્સ્પેકટર કે.એમ. છાસીયા અને ટીમે નરાધમ રામવિકાસ તૈલીને તાલુકાના નેકનામ વિસ્તારમાથી દબોચી લઈ કાયદાના પાઠ ભણાવી મામલતદાર સમક્ષ ઓળખવિધિ માટે રજુ કર્યો હતો. આ વખતે બાળક ના ચહેરાના હાવભાવ પારખી હવસખોર ને રીમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી હતી.


