અશ્ર્વ શો મા નેકનામ ની નિલમ અને રાજલક્ષ્મી ની અમદાવાદ મા હણહણાટી.

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના નેકનામ ગામના બે ક્ષત્રિય સમાજના ભાઈઓને નાનપણથી જ ભણવામા બહુ રસ ઓછો પરંતુ  ઘોડેસવારી અને ઉંચી નસલ (ઓલાદ) ના ઘોડા રાખી તેની સેવા ચાકરી અને જતન કરવાનો શોખ હોવાથી યુવાવસ્થા થી પિતાની વારસાગત ખેતીના વ્યવસાય સાથે જોડાઈને ખેતી સાથે પોતાના આંગણે એક પછી એક ઘોડા ને રાખી હાલ છ પાણીદાર ઘોડી રાખીને શોખ થી જતન કરી રહ્યા છે. દરેક ઘોડી ને પોતાના વ્હાલસોયા સંતાન ની જેમ ઉછેરી, લાલનપાલન, તેને પૌષ્ટિક આહાર, નિયમિત પશુ ચિકિત્સક પાસે તપાસ સહિત ની તકેદારી રાખવી સહિત ની દરકાર લેવામા આવે છે. તાજેતરમા તેની બે અસલ નસલ ની ઘોડી સાથે અમદાવાદ ખાતે અશ્ર્વ સ્પર્ધામા ભાગ લઈ અનુક્રમે ફર્સ્ટ અને થર્ડ નંબર પ્રાપ્ત કરી અશ્ર્વ અને અસવારે મેદાન માર્યુ હતુ.
ટંકારા તાલુકાના પડધરી રોડ ઉપર આવેલા નેકનામ ગામના ગરાસીયા બંધુઓ જયદેવસિંહ રણજીતસિંહ ઝાલા અને ત્રિપાલસિંહ રણજીતસિંહ ઝાલા ને બચપણથી જ પિતાના ખેતીના વ્યવસાય સાથે ક્ષાત્ર શુરવીરતા ના સંસ્કાર અને સ્વભાવગત શોખ પૂર્ણ કરવા અસલ ઓલાદના અને પશુ ઓમા દેવ જેવી શક્તિ ગણાતા ઘોડા પોતાના આંગણે પાળી ને ઉછેર અને લાલનપાલન કરવાનુ શરૂ કરી હાલ પોતાના ફાર્મ હાઉસમા છ ઘોડી બાંધી છે. ઘોડી શોખ થી પાળવી અને તેને જાતે તાલીમબધ્ધ કરવી અને તેની પરવા કરવી બને ભાઈનો નિત્યક્રમ બની ચુક્યો છે. તાજેતરમા અમદાવાદ ખાતે અશ્ર્વશો અને સ્પર્ધા હોય જેની જાણ થતા જયપાલસિંહ નિલમ ઘોડી પર અને ત્રિપાલસિંહ રાજલક્ષ્મી ઘોડી પર સવાર થઈ અશ્ર્વ શો મા ભાગ લેવા જોડાયા હતા.જેમા, યોજાયેલી સ્પર્ધામા અમદાવાદ, બનાસકાંઠા, ચોટીલા સહિતના લગભગ ૨૭ થી વધુ ઘોડેસવારો પોતાની ઉંચી ઓલાદની ઘોડા સાથે ભાગ લીધો હતો.જેમા, નેકનામ ની નિલમ ઘોડી એ બેરલ શો વચ્ચે લટકતી મટકી નિયત સમય મર્યાદામા ફોડી તેજ રફતાર થી પરત ફરવાની હરીફાઈ મા પ્રથમ રાઉન્ડમા પ્રથમ અને ત્રીજા રાઉન્ડમા તૃતિય સ્થાને વિજેતા બની હતી. જ્યારે, રાજલક્ષ્મી ઘોડી ગરવા શો મા ત્રીજો ક્રમાંક પ્રાપ્ત કરી નેકનામ ની નિલમ અને રાજલક્ષ્મી એ મેદાન માર્યુ હતુ.
—————————————————————————–
અશ્ર્વએ અસવાર ને અનેક પુરસ્કારો અપાવ્યાનુ ગૌરવ છે.
—————————————————————————–
અમદાવાદ ખાતે યોજાયેલ સ્ટડ શો મા ભાગ લેનારાઓ માટે અલગ અલગ સ્પર્ધા યોજાતી હોય જેમાં, રીંગ શો મા આયોજકો દ્વારા નિયત ફી ચુકવવાની હોય છે. પરંતુ સ્પર્ધા મા ફી નુ ધોરણ હોતુ નથી. વિનર થતા પુરસ્કાર રૂપે મેડલ થી સન્માનિત કરાયા હોવાનુ જણાવતા નિલમ ના અસવાર અને માલિક જયપાલસિંહે વધુ મા જણાવ્યુ હતુ કે, ગુજરાત મા જયા પણ અશ્વો શો અને કરતબો માટે સ્પર્ધા યોજાતી હોય ત્યાં પોતે શોખ થી પહોંચી જાય અને તેઓએ અગાઉ ભૂચરમોરી, સરમત, તળાજા સહિતના અનેક સ્થળોએ અને તાજેતરમા વાંકાનેર ખાતે ભાગ લઈ અનેક પુરસ્કારો અને મેડલો પોતાની માનિતી ઘોડી થકી મેળવ્યા છે.