બનાવની ટૂંકમાં હકીકત એ મુજબ કે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન તારીખ 24 ડિસેમ્બર 2025 ના રોજ ગુના રજીસ્ટર નંબર 2771/2025 ના રોજ આ કામના ફરિયાદી લેકસસ ગ્રેનીટો પ્રાઇવેટ લિમિટેડ માં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર હતા ત્યારે ઉક્ત કારખાનાના ગેટ પર આ કામના આરોપી અમરાભાઇ મનજીભાઈ રબારી પોતાના હવાલા વાળી મહેન્દ્રા થાર ગાડી લઈને ફરિયાદીને કહેલ કે તમારા શેઠ અનિલભાઈ ને બોલાવો મારે તેમની પાસેથી ભાડાના પૈસા લેવાના છે તેમ કહીને ફરિયાદીને ગાળો આપી આરોપીએ તેમના હવાલા વાળી કાર વ્યક્તિના પાર્કિંગમાં લઈ શેઠ અનિલભાઈ ની ઇનોવા ગાડી સાથે બે વખત ભટકાડીને આશરે રૂપિયા 4 લાખ નું નુકસાન કરીને આરોપી તેની કાર ગેટ તરફ લઈ જતા ગેટ પર ઉભેલા સુપરવાઇઝરને જાન થી મારી નાખવાના ઇરાદે ગાડી ભટકાડેલ નાસી જઈને IPC ની કલમ 307 અને નવા કાયદા BNS ની કલમ 109 મુજબ નો ગુનો કર્યા બાબત.
આ કામમાં આરોપીએ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબની કોર્ટમાં આગોતરા જામીન અરજી કરેલી હતી અરજદાર આરોપીના વકીલ તરીકે જીતેન્દ્રસિંહ આર જાડેજા રોકાયેલા હતા જેમાં જેમાં ફરિયાદ પક્ષ દ્વારા બનાવની સીસીટીવી ફૂટેજ પણ દેખાડવામાં આવી હતી તેમ છતાં જીતેન્દ્રસિંહ આર જાડેજા એ ધારદાર દલીલો કરી નામદાર સુપ્રીમ કોર્ટ અને હાઇકોર્ટના ચુકાદાઓ રજૂ રાખ્યા હતા. જેને ધ્યાને લઈ મોરબીના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજે આ કામના આરોપીને આગોતરા જામીન મંજૂર કર્યા હતા.



