બંગાવડી ગામે જુના મનદુઃખ ના રાગદ્વેષ થી પતિ પત્નીએ મહિલા ને જાન થી મારી નાંખવા ની દાટી મારી

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના બંગાવડી ગામે વસતા અને ખેતીકામ કરતા મહિલાએ જમીન વિવાદ મુદ્દે અને ભાઈ સાથે વ્યવહાર ન હોવાથી તેમની બહેનો પોતાના ઘરે આવનજાવન કરતી હોવાનો ખાર રાખી બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાંખવા ની ધમકી આપી હોવાની પતિ-પત્ની વિરૂધ્ધ ભોગ બનનાર મહિલાએ ટંંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.

ટંકારા તાલુકાના લતીપર હાઈવે પર આવેલા બંગાવડી ગામે રહેતા કંચનબેન પ્રફુલ્લભાઇ દેત્રોજા નામના મહિલાએ ટંંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેઓના ગામમા રહેતા હરેશ પરસોત્તમભાઈ દેત્રોજાને તેમની બહેનો સાથે વ્યવહાર ન હોવાથી તેમની બહેનો પોતાના ઘરે આવતા જતા હોવાથી તેઓ રાગદ્વેષથી પિડાઈ ને ઉપરાંત, હરેશભાઈ સાથે ગામડામા ખેતી ની જમીન મુદ્દે ગજગ્રાહ ચાલતો હોય તેનો ખાર રાખી હરેશભાઈ તથા તેમના પત્ની મુકતાબેને પોતાને બેફામ ગાળો ભાંડી જાનથી મારી નાંખવા ની ધમકી આપી હોવાની ફરીયાદ નોંધાવતા એએસઆઈ ચૌહાણે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.