અમદાવાદમા બ્રહ્માકુમારીઝ દ્વારા શાંતિ અનુભૂતિ દિવ્ય સમારોહમા ટંકારાથી ૩૦ થી વધુ અનુયાયીઓ જોડાયા

Advertisement
Advertisement

શાંતિ નો સંદેશો ફેલાવવાનુ ધર્મકાર્ય કરતી બ્રહ્માકુમારી સંસ્થા દ્વારા વિશ્વ ધ્યાન દિવસે બ્રહ્માકુમારીઝ સંસ્થા સાથે સંકળાયેલા 60,000 લોકોએ એક મંચ હેઠળ એકત્રિત થઈ અમદાવાદ ના યુનિવર્સિટી ગ્રાઉન્ડ ખાતે એક સાથે સામુહિક ધ્યાન કરી વૈશ્વિક શાંતિ માટે સંકલ્પ વ્યક્ત કરી વિશ્ર્વ રેકોર્ડ કરવા કરાયેલા શાંતિ પ્રદાન કાર્યક્રમ મા ટંકારા કેન્દ્ર ખાતે થી ૩૦ સહિત રાજકોટ જીલ્લા ના પાંચેક હજાર અનુયાયીઓ જોડાયા હતા.

ગુજરાતમા બ્રહ્માકુમારી સંસ્થાની હિરક જયંતિ (૬૦ વર્ષ) નિમિત્તે આયોજીત ધ્યાન કાર્યક્રમમા ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યો અને ૧૫ થી વધુ દેશોના ૨૦૦૦ થી વધુ લોકોએ ભાગ લીધો હોય તેમજ અહીંયા ૬૦,૦૦૦ થી વધુ બ્રહ્માકુમારી વિચારકોએ સફેદ વસ્ત્રોમા ઉપસ્થિત રહ્યા હોવાનો દાવો કરાયો હતો. સાત મૂલ્યો આધારિત સપ્તરંગી થીમ ઉપર યોજાયેલા કાર્યક્રમમા ગીત, સંગીત, નૃત્ય, કલા અને સંસ્કૃતિની આધ્યાત્મિક રજુઆત કરાઈ હતી. જેમા, ૬૦ તપસ્વી રાજયોગીની બ્રહ્માકુમારી બહેનો કમળ આસન પર બેસી ગહન ધ્યાનમા લીન થયા હતા. આ તકે, બ્રહ્માકુમારીઝ ના પ્રશાસિકા રાજયોગીની બી.કે.જયંતી દીદી, મહામંત્રી કરૂણાભાઈ, અધિક મહામંત્રી મૃત્યુંજયભાઈ, ગુજરાત ઝોન ડાયરેક્ટર ભારતી દીદી, આફ્રિકાના ડાયરેક્ટર વેદાંતી દીદી, ગુજરાત યુનિવર્સિટીના કુલપતિ ડો. નીરજા ગુપ્તા, અમદાવાદ શહેર પોલીસ કમિશનર જે.એસ.મલિક ઉપરાંત, માઉન્ટ આબુથી યોગી ભાઈ-બહેનોએ ઉપસ્થિત રહી ધ્યાન મા ભાગ લીધો હતો.