મગરની ખાલ જેવા રાજકોટ મોરબી હાઈવેનુ નવિનીકરણ ન થાય તો રાજકોટીયાની ચક્કાજામની ચિમકી.

Advertisement
Advertisement

લોકોની વેદના સમજવા,વિકાસના પિપુડા બંધ કરવા મહેશ રાજકોટીયાનુ સીએમ ને અલ્ટીમેટમ.

રાજકોટ વાયા મોરબીથી છેક કચ્છ ને જોડતા મસમોટા ધોરીમાર્ગ ઉપર પ્રતિદીન હજારો વાહનોની વણથંભી આવનજાવન રહે છે. એ પર થી હાઈવે ચેતનવંતો છે.
જે તંત્ર થી માંડીને સરકાર સુધી ખ્યાલ ન હોય એવુ માની શકાય એમ નથી. તેમ છતા છેલ્લા ઘણા લાંબા સમયથી હાઈવે ઠેકઠેકાણે સંપૂર્ણ ભાંગી પડ્યો હોવા ના દ્શ્યો ચાડી ખાઈ રહ્યા છે. તેમ છતા હાઈવે ની ઉપેક્ષા થતી હોવાનુ દષ્ટિગોચર થઈ રહ્યુ હોવાનો અહેસાસ આંધળા ને પણ થાય એવી અવદશા છે. હાઈવે પર પસાર થવુ અત્યંત દુષ્કર હોવા સાથે પરંતુ માનવજીવન હાઈવે ના પાપે અકાળે આથમી જવાના બનાવો વારંવાર બનવા સાથે વાહનો ની ખો નિકળી જાય છે. પરીણામે શારીરિક,માનસિક અને આર્થિક માર જન જન ને પડી રહ્યો છે. જન આક્રોશ ચરમસીમાએ પહોંચે ત્યારે થીંગડા મારી કામ કર્યા ની ફિશીયારી તંત્ર અને સત્તાપક્ષ મારતુ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસના જીલ્લા ના દિગ્ગજ મહેશ રાજકોટીયાએ દિન ૧૫ મા હાઈવેનુ રીફ્રેસીંગ કામ હાથ ન ધરાઈ તો લોકો ને સાથે રાખી ચક્કાજામ કરવાની ચિમકી મુખ્યમંત્રી ને પત્ર પાઠવી ઉચ્ચારી ગાંધીનગર સુધી રેલો પહોંચાડવાનુ અલ્ટીમેટમ પાઠવતા તંત્ર મા હડકંપ મચી હતી.
સત્તાપક્ષ ના ગોળા ફેંકુ અને પોતાની જાતને નેતા માનતા ગુબ્બારાઓ પ્રજાને ઉલ્લુ સમજી સોશીયલ મિડીયા મા વિકાસ ની શેખી હાંકનારાઓ સામે નિશાન તાકી મુખ્યમંત્રી ને રાજકોટ થી વાયા ટંકારા, મોરબીથી કચ્છ તરફ જતા ધોરીમાર્ગ ઉપર ચો તરફ થીંગડા થી હાઈવે ઉંટની પીઠ જેવો બની ચુક્યો હોવાની રાવ સાથે થીંગડા મારવા થી હાઈવે વધુ કષ્ટદાયક બન્યો હોવાનો બળાપો કાઢ્યો હતો.વટેમાર્ગુ થી વાહનચાલકો સુધી ના પસાર થનારા લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા હોવાનુ જણાવી આ મુદ્દે માર્ગ ઓથોરિટી ની મુખ્ય કચેરી રાજકોટ ડિવિઝનનો સંપર્ક કરી માર્ગ ની અધોગતિ અંગે અનેક વખત વાકેફ કર્યા હોવાનુ ટાંકી ને ચિમકી પત્ર મા
ટંકારાના સ્થાનિક ધારાસભ્યએ સરકાર મા લેખીત મા પત્ર પણ પાઠવ્યો હોવાનો ઉલ્લેખ કરી લોકો કહે છે તેમ વર્તમાન સરકાર બહેરી મુંગી છે. આપની સરકાર મા શાસક પક્ષના ધારાસભ્યનુ પણ ઉપજતુ નથી એ સાબિત થતુ હોવાથી હાઈવે નુ નવિનીકરણ થતુ નથી. ઉપરાંત, લોકોની વારંવાર ની કાગારોળ અંગે ફરીયાદ વિરોધ પક્ષને મળતા હાઈવે ઉપર કણસતા અને બબડતા પથિકોની પિડા જોઈ જાતે મુસાફરી કરી અનૂભૂતિ કર્યા બાદ સીએમ ને સીધો સવાલ કરી  પ્રજાને પશુ સમજો છો?  લોકો ને પ્રાથમિક સુવિધાથી પણ વંચિત રાખવા પાછળ સરકાર નો ઉદેશ્ય શુ છે..? ગુજરાત સરકાર નુ વિકાસ નુ સુત્ર ફકત ગણગણવા પુરતુ જ છે? એવા તાતાતીર ચલાવી રાજકોટ મોરબી હાઈવે ની બર્બરતા જોઈ વિકાસનો વિરોધ વ્યક્ત કરી મોરબી જીલ્લા કોંગ્રેસના દિગ્ગજ ગણાતા મહેશ રાજકોટીયાએ મુસાફરો ઉપરાંત, ખેડુત, વેપારીઓ અને આમ પ્રજા વેદના અને યાતના ની અનુભૂતિ કરી રહ્યા છે. જ્યારે રાજ્યમા માત્ર બે ઉધોગપતિઓ જ તાગડધિન્ના કરી રહ્યા નો સણસણતો આક્ષેપ કરી અવાજ ઉઠાવનારાનુ ગળુ ઘોટતી સરકાર દિન ૧૫ મા હાઈવે રીફ્રેસીગ કામગીરી હાથ નહીં ધરે તો લોકોના મુદ્દે લોકો ને જોડી હાઈવે પર ચકકાજામ કરવાની ચિમકી ઉચ્ચારી ફરીયાદ પત્ર ના અંત મા, હાઈવે ચક્કાજામ ની  નોબત આવે અને લડતની જાહેરાત પછી પરીસ્થિતિ બેકાબુ થાય એના માટે હાઈવે નિર્માણ કરનારૂ તંત્ર સંપૂર્ણપણે જવાબદાર રહેશે જેની ગંભીરતા થી નોંધ લેવા સાથે ગાંધીનગર સુધી લડતનો રેલો પહોંચાડવા અલ્ટીમેટમ પાઠવતા જવાબદાર તંત્રમા હડકંપ મચવા સાથે રેલો આવી ગયો હોવાની ચર્ચા ચગી છે.