રાજ્ય ચુંટણીપંચ દ્વારા ટંકારા અને આર્યનગર ગ્રા.પં. ભેળવી વોર્ડ વાઈઝ બેઠકોની ફાળવણી કરવામા આવી.

રાજ્ય સરકારે ટંકારામા ગ્રામ પંચાયત રદ કરી નગરપાલીકા નો દરજ્જો આપી દીધા બાદ જુલાઈ ૨૪ થી કાર્યરત થયેલી નગરપાલીકાની પ્રથમ ચુંટણી યોજવા માટે સપ્ટેમ્બર મહિના મા શહેરના નવા છ વોર્ડ નુ સિમાંકન અને અનામત બેઠકોની ફાળવણી અંગે નો પ્રાથમિક આદેશ રાજ્ય ચુંટણી આયોગ દ્વારા જાહેર કર્યો હતો. જેમા, વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરી છેલ્લા આંકડા આધારે સુચિત છ એ વોર્ડ ની વસ્તી મતદારો ની સંખ્યા ઉપરાંત, દરેક વોર્ડમા અનુસુચિત જાતિ ની ટકાવારી ની સ્થિતિ ડિકલેર કરી હતી.
મહર્ષિ દયાનંદ સરસ્વતીની જન્મભૂમિ ટંકારા ને રાજ્ય સરકાર દ્વારા ગ્રામ પંચાયત માથી નગરપાલિકા નો દરજ્જો અપાયા બાદ જુલાઈ -૨૪ થી નગર પાલીકા કાર્યરત થઈ ગઈ છે. જોકે, પાલીકા ઘોષિત થઈ ત્યારથી સરકારના નિર્ણય સામે શહેરમા ઉઠેલા વારંવાર વિરોધ ને ગણકાર્યા વગર ગત સપ્ટેમ્બર મા રાજ્ય ચુંટણી આયોગ દ્વારા નગરપાલિકા ની પ્રથમ ચુંટણી યોજવાની દિશામા આગળ વધી વસ્તીના ધોરણ અને નગરપાલિકાની હદ પ્રમાણે નવા છ વોર્ડ ની રચના જાહેર કરી વોર્ડ વાઈઝ ૨૦૧૧ ની વસ્તીગણતરી ના આધારે દરેક વોર્ડના મતદારોની સંખ્યા પ્રમાણે વેતરણ જાહેર કરી દરેક વોર્ડમા અનુસુચિત જાતિની વસ્તી પ્રમાણે તેઓની ટકાવારીનો ઉલ્લેખ કરી બેઠકો જાહેર કરી પ્રાથમિક આદેશ પ્રસિધ્ધ કર્યો હતો. જેના પર નજર કરીએ તો, ચુંટણી આયોગે ગુજરાત નગરપાલિકા અધિનિયમ હેઠળ ૫૦ ટકા મહિલાઓ માટે બેઠક ફાળવણી ની વહેંચણી કરી હતી. ઉપરાંત, દરેક વોર્ડમા ચાર બેઠકો એટલે કે ચાર ઉમેદવારો ચુંટાઈ આવશે. જેમા, દરેક વોર્ડમાં બે સ્ત્રી બેઠકો જાહેર થતા કુલ ૨૪ માથી ૧૨ સ્ત્રી ઉમેદવારો નગરપાલિકામા ચુંટાયેલા સભ્ય તરીકે વટભેર પ્રવેશી પુરૂષ સમોવડી બનવાની છે.
————————————————————————
નવા વોર્ડ સિમાંકન ની પ્રસિધ્ધી પ્રમાણે વોર્ડ રચના
————————————————————————
વોર્ડ નં ૧:કુલ મતદારો ૧૬૧૮ અનુસુચિત જાતિ સંખ્યા ૦
વોર્ડ નં.૨: મતદારો ૨૧૬૨ અનુસુચિત જાતિ સંખ્યા ૫૮૨
વોર્ડ નં ૩: મતદારો ૧૮૬૯ અનુસુચિત જાતિ સંખ્યા ૦
વોર્ડ નં ૪: મતદારો ૨૧૪૩ અનુસુચિત જાતિ સંખ્યા ૦
વોર્ડ નં ૫: મતદારો ૨૧૬૪ અનુસુચિત જાતિ સંખ્યા ૧૩૮
વોર્ડ નં.૬: મતદારો ૧૯૩૯ અનુસુચિત જાતિ સંખ્યા ૦
આમ, વર્ષ ૨૦૧૧ ની વસ્તી ગણતરીની સ્થિતિ મુજબ ૬ વોર્ડ ના કુલ મતદારો ૧૧૮૯૫ મા અનુસુચિત જાતિના મતદારો ની સંખ્યા ૭૨૦ થાય છે. એ જોતા વોર્ડ નં. ૨ મા ૨૬.૯૨ અને વોર્ડ નં ૫ મા ૬.૩૮ ટકાવારી અનુસુચિત જાતિ ની વસ્તી પ્રમાણે થાય છે.જયારે વોર્ડ નં ૫ મા અનુસુચિત આદી જાતિના ૮૯ અને તેની ટકાવારી ૪.૧૧ છે.
———+————————+———————————-
વોર્ડ વાઈઝ નુ ચિત્ર: કઈ બેઠક કોના ફાળે જશે?
————————————————————————
વોર્ડ નં ૧: પછાત વર્ગ
વોર્ડ નં. ૨: પછાત વર્ગ સ્ત્રી
વોર્ડ નં ૩: પછાત વર્ગ સ્ત્રી
વોર્ડ નં ૪: પછાત વર્ગ
વોર્ડ નં. ૫: પછાત વર્ગ
વોર્ડ નં. ૬: પછાત વર્ગ સ્ત્રી
આ પ્રમાણે બેઠકો ની ફાળવણી કર્યા બાદ સ્ત્રી અનામત બેઠક અને બાકીની બેઠક બિન અનામત તરીકે ફાળવવામાં આવી હતી.જેમા, વોર્ડ નં. ૧ બે સામાન્ય મા સ્ત્રી, ૧ પછાત વર્ગ અને ૧ બિન અનામત બેઠક રહેશે. વોર્ડ નં ૨ એક બેઠક પછાત વર્ગ સ્ત્રી, એક બેઠક સામાન્ય સ્ત્રી, એક બેઠક અનુસુચિત જાતિ, એક બેઠક સામાન્ય રહેશે
વોર્ડ નં ૩ એક પછાત વર્ગ સ્ત્રી, એક બેઠક સામાન્ય સ્ત્રી અનામત, બે બેઠકો બિન અનામત. વોર્ડ નં.૪ બે બેઠકો સામાન્ય સ્ત્રી અનામત, એક બેઠક પછાત વર્ગ, એક બેઠક સામાન્ય રહેશે. વોર્ડ નં.૫ બે બેઠકો સામાન્ય સ્ત્રી, એક પછાત વર્ગ, એક સામાન્ય રહેશે. જ્યારે વોર્ડ નં.૬: પછાત વર્ગ સ્ત્રી, બીજી બેઠક સામાન્ય સ્ત્રી, બે બેઠકો સામાન્ય બિન અનામત વર્ગ ની રહેશે.
——++————————-++———————————
વોર્ડ વાઈઝ ની હદ વિસ્તાર આ પ્રમાણે રહેશે.
————————————————————————
વોર્ડ નં.૧: રૂપાવટી સોસાયટી, કિશાન નગર, ગાયત્રી નગર, ઈંટ ભઠ્ઠા પાસે, વેડવા દેવીપુજક વાસ, અમરાપર રોડ, ગાયત્રી નગર અને ઉગમણાનાકા પાસે ના મફતીયાપરા.
વોર્ડ નં.૨: ઉગમણાનાકા, કોળીવાસ, ખડીયાવાસ, લો વાસ, સંધીનાકુ, લક્ષ્મીનારાયણ શેરી, બજાર લાઈન, ઘેટીયાવાસ, મઠ ની શેરી, મેમણશેરી, દેવીપુજક વાસ, મોરબીનાકુ, સંધીવાસ.
વોર્ડ નં.૩: દેરીનાકા,ભરવાડ વાસ, હવેલી શેરી, આર્યસમાજ, ભડ ની શેરી, મેઈન બજાર, અપાસરા શેરી,ઘેટીયાવાસ, રાવળ વાસ, લક્ષ્મીનારાયણ શેરી, મકનાની શેરી,
વોર્ડ નં.૪: મોચીશેરી, મંદિર શેરી, ત્રણ હાટડી, મસ્જીદ પાસે, સરકારી દવાખાનું, સંધીવાસ, નગરનાકા, ઠક્કરબાપા વસાહત, જેટકો કોલોની, મામલતદાર અને પોલીસ કવાટર્સ, ઝમઝમ નગર, યોગેશ્વર નગર, કલ્યાણપર રોડ, પી.ડબલ્યુ.ડી. પાછળ નો વિસ્તાર, તિલક નગર, ઉગમણાનાકા બહાર, અમરાપર રોડ.
વોર્ડ નં.૫: લક્ષ્મીનારાયણ સોસાયટી, વાંઝા વાસ, આર્યનગર, અયોધ્યાપુરી, હરીઓમ નગર, સરદાર નગર, વૈભવ નગર, પટેલ નગર, એમ.ડી. સોસાયટી.
વોર્ડ નં.૬: મેઈન બજાર,મોચી બજાર,નગરનાકા મેઈન રોડ, જીવાપરા, મુમના શેરી, તકીયો, દયાનંદ ચોક,ગોકુળ નગર, પંચમુખી હનુમાન પાછળ નો વિસ્તાર અને રાજકોટ મોરબી હાઈવે. પ્રસિધ્ધ થયેલ સિમાંકન મુજબ કુલ છ વોર્ડ ની ૨૪ બેઠક સંખ્યા પ્રમાણે સરેરાશ વોર્ડ ની મતદારો ની સંખ્યા ૧૯૮૨ રહે છે.


