ટંકારા શનિવારી બજારમા ચોરાઉ બાઈક પર ચોરાઉ મોબાઈલ વેંચવા આવ્યો ને પોલીસે દબોચી લીધો.

Advertisement
Advertisement
ટંકારામા શનિવારે ભરાતી વિકલી બજારમા નંબર પ્લેટ વગરના બાઈકમા લટાર મારતો અજાણ્યા શખ્સની હરક્ત શંકાસ્પદ લાગતા પોલીસે અટકાવી તલાસી લેતા બાઈક ચોરીનુ હોવાનુ ફલિત થતા અંગજડતી દરમિયાન ગજવામાથી મળેલો મોબાઈલ પણ ચોરી કરીને વેચવા આવ્યો હોવાની કબુલાત આપતા હરામખોર તસ્કરની ચોરી ના ગુનામા વિધીવત ધરપકડ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
દર શનિવારે ટંકારા ટાઉનમા વિકલી બજાર ભરાતી હોવાથી ભીડ રહેતી હોય છે. વિકલી બજારમા એક નંબર પ્લેટ વગરના મોટરસાયકલ પર ચાલક શંકાસ્પદ હિલચાલ કરી રહ્યો હોવાનુ જણાતા પોલીસે તેને અટકાવી બાઈકના કાગળો માંગતા ગલ્લાતલ્લા કરવા લાગતા પોલીસે દાળ કાળી હોવાનુ પારખી લઈ ઈ-કોપની મદદથી સર્ચ કરતા તાજેતરમા તાલુકાના હરબટીયાળી ગામના અરવિંદ મગન નમેરાનુ હોવાનુ અને સીમમાથી ખેતરે થી ચોરાયુ હોવાની દર્જ થયેલ રાવ કરનારા ફરીયાદી નુ હોવાનુ ખુલતા પોલીસ ચોકી ઉઠી હતી. અને હાથ આવેલા અજાણ્યા તસ્કર ની આકરી પુછતાછ કરતા તેણે વધુ એક મોબાઈલ હરબટીયાળી નજીક આવેલ સ્પેરોન ફેકટરીના લેબર ક્વાર્ટર માથી ચોરી કર્યાનુ જણાવી ગજવામાથી કાઢી શનિવારી બજાર મા વેચવા આપ્યા ની કબુલાત આપતા બબ્બે ઠેકાણે મધરાતે હાથ ફેરો કરનાર મૂળ મધ્યપ્રદેશ રાજ્યના ધાર જીલ્લા ના કુકશી તાલુકાના ડેડકીયા નો હાલ મોરબીના ચાંચાંપર ખાતે આવેલી ઓરેંજ પોલીપેક ફેક્ટરી મા મજુરીકામ કરતો રવિ વૈસ્તા મૈયડીયા ની ચોરીના ગુનામાં વિધીવત ધરપકડ કરી હાલ જેલના સળીયા પાછળ ધકેલી દીધો હતો.