Positive: હડમતીયા ગામે શિક્ષકોએ અભ્યાસ સાથે ધાર્મિક ગ્રંથ ભગવદ્ ગીતા નો મર્મ સમજાવ્યો.

Advertisement
Advertisement

શિક્ષણ સાથે બાળકો મા પાયાથી જ ધાર્મિક મુલ્યોનુ સિંચન કરવા શિક્ષકોનો સ્તુત્ય પ્રયાસ…

મીત ત્રિવેદી, ટંકારા.
હાલ ઈ યુગ મા પશ્ર્ચિમી સંસ્કૃતિ ના આક્રમણ વચ્ચે ભારતીય સંસ્કૃતિ અને પ્રાચીન શાસ્ત્રોના સંસ્કાર સનાતન ધર્મ થી સમાજ ને વિચલીત થતો બચાવવા વિધાના સંસ્કાર સાથે સંસ્કૃતિ અને ધર્મ શાસ્ત્રો નુ રક્ષણ કરવા હડમતીયા ગામે આવેલી પ્રાથમિક શાળા દ્વારા સરાહનીય પ્રયાસ કરાયો હતો. હિંદુ ધર્મના મહાન ગ્રંથ ભગવદ્ ગીતાજી ની રચના દિવસ ની ઉજવણી શાળાી બાળાઓ ના હસ્તે આરતી પુજન કરાવી ધાર્મિક ગ્રંથનુ મહત્વ અને મહાત્મ્યનો મર્મ ની  સમજ આપી અભ્યાસ નો પ્રારંભ કરાવાયો હતો.
વર્તમાન ઈ યુગ મા સમાજ સનાતન ધર્મ થી વિચલીત થતો બચાવવાના પ્રયાસરૂપે બાળકો પાયા થી જ હિંદુ ધર્મ ના મહાન ગ્રંથ અંગે સમજ કેળવતા થાય એવા ઉદ્દેશથી ભગવદ્ ગીતાજી ની જન્મ જયંતિ નિમિત્તે વિદ્યારૂપી જ્ઞાન સંસ્કાર સાથે હિંદુ ધર્મ અને પૌરાણિક ધાર્મિક શાસ્ત્રો અને સંસ્કૃતિ ને ભૂલકાઓના હ્યદયમા પાયા થી જ જીવંત રાખવા ટંકારા તાલુકા ના જડેશ્વર રોડ પર આવેલા હડમતીયા ગામે આવેલી પ્રાથમિક કન્યાશાળામા હિંદુ ધર્મ ના મહાન ધાર્મિક ગ્રંથો માના ભગવદ્ ગીતા નુ પુજન અને આરતી બાળાઓના હસ્તે કરાવાયુ હતુ. આ તકે, શાળાના શિક્ષિકો દ્વારા વર્તમાન શિક્ષણના ફાસ્ટ યુગમા કેળવણી મહત્વની હોવા સાથે બાળકો ધર્મ નુ મહત્વ સમજતા થાય અને પ્રાચીન શાસ્ત્રો સંસ્કૃતિ અને ધર્મ નો મર્મ સમજી શકે એ હેતુથી અભ્યાસ સાથે મહાન ધાર્મિક અને પવિત્ર ગ્રંથ ગીતાજી ના જ્ઞાન સંસ્કાર સાથે ધર્મ ના મુલ્યોનુ પણ ભૂલકોઓમા સિંચન કરાવવા અભ્યાસ સમયે શાળામા  સમુહ પ્રાર્થના અને ગીતા ગાથાનુ ગાન કરાવાયુ હતુ. આ પ્રસંગે વિધાભ્યાસ સાથે ધાર્મિક જ્ઞાન સંસ્કાર પિરસવા માટે પંથકના ધર્મ પરાયણ ગણાતા દયારામભાઈ મસોતને વિધાર્થીઓને ધર્મ નો મર્મ સમજાવવા તેડાવાયા હતા. દયારામે વર્તમાન સમયે ડીજીટલ યુગમા બાળકો પશ્ર્ચિમી સંસ્કૃતિ ના પ્રવાહ મા ખેંચાઈ અને માત્ર પુસ્તક ના કીડા બની રહેવાના બદલે સામાજીક અને ધર્મ ના સંસ્કારો મા પારંગત થઈ રાષ્ટ્ર ની સંસ્કૃતિ જાળવીને ધાર્મિક મૂલ્યોનુ સિંચન કરવા ગીતાજી નો મુખ્ય સંદેશ કર્મ નો સિધ્ધાંત વિસ્તારથી સમજાવવા સરાહનીય પ્રયાસ કર્યો હતો. અંતે, ભૂલકાઓને ભાગવત્ ગીતાજી જીવનમા ઉતારવા ભેટ આપી પૌષ્ટિક આહાર મળે એવા ભાવથી પ્રસાદ મા ઢોકળા પિરસાયા હતા. વર્તમાન સમય ને કેન્દ્ર મા રાખી શિક્ષણ સાથે ધાર્મિક મૂલ્યો નુ જતન કરી જ્ઞાન આપવા ના સરકારના સરાહનીય પ્રયાસને તાલુકાના વાલીમંડળે વધાવ્યુ હતુ.