મિતાણા-વાલાસણ રોડ ઉપર વસતા દેવીપુજક પરીવારની તરૂણીએ ઝેરી દવા ગટગટાવી મોત મીઠુ કર્યુ.

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના મિતાણા વાલાસણ રોડ પર રહેણાંક ધરાવતા દેવીપુજક પરીવાર ની તરૂણીએ ઘરે ઝેરી દવા ગટગટાવી લેતા સારવાર માટે ખસેડાઈ હતી.પરંતુ સારવાર કારગત નિવડે એ પૂર્વે તેણીનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે ટંકારા પોલીસે અપમૃત્યુ સબબ નોંધ કરી તરૂણીએ ક્યા કારણોસર મોતની અંતિમ વાટ પકડી એ મુદ્દે વધુ તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા મિતાણા ગામ થી વાલાસણ ને જોડતા રોડ ઉપર રહેણાંક ધરાવતા  દેવીપુજક શિવાભાઈ સાડમીયા ની તરૂણ વયની પુત્રી તેજલે (ઉ.વ.૧૭) ઘરે જ ઉંદર મારવાની ઝેરી દવા ગટગટાવી લેતા પરીવારજનોએ સારવાર માટે હોસ્પિટલ ખસેડી હતી. પરંતુ સારવાર કારગત નિવડે એ પૂર્વે તરૂણ વયની આશાસ્પદ તેજલનુ મોત નિપજ્યુ હતુ. બનાવ અંગે હોસ્પિટલના તબિબે ટંકારા પોલીસને બનાવની જાણ કરતા પોલીસે તરૂણીએ શા કારણે દવા પી જીવનનો અંત આણ્યો એ મુદ્દે વધુ તપાસ હાથ ધરી હતી.