
પ્રજાપિતા બ્રહ્માકુમારીઝ ઈશ્વરીય વિશ્વ વિદ્યાલય ગુજરાત ઝોન તેમની ઈશ્વરીય સેવાના 60 વર્ષ પૂર્ણ થતા ડાયમંડ જુબલી વર્ષ નિમિતે વિશ્વમા સંપૂર્ણ શાંતિ સ્થાપિત કરવાનો શુભ લક્ષ્ય સાથે ગુજરાતમા 500 કરતા પણ વધારે બ્રહ્માકુમારી સેવા કેન્દ્રો દ્વારા એક સાથે રવિવારે 23 નવેમ્બરે શાંતિ યાત્રાનુ આયોજન કરવામા આવ્યુ છે. એ અંતર્ગત ટંકારામા બ્રહ્માકુમારીઝ દ્વારા હિરક જયંતિ વર્ષ નિમિત્તે શહેર મા શાંતિ યાત્રા યોજાશે.
ટંકારા બ્રહ્માકુમારી સંધ્યાબેને હિરક જયંતિ વર્ષ ઉજવણી અંગે ની માહીતિ આપતા જણાવ્યુ હતુ કે, કોઈપણ મનુષ્ય તેમના જીવનમા ગમે તેવી સિધ્ધિ હાંસલ કરી લે પરંતુ તેમ છતા અંતે તે વ્યક્તિ જીવનમા શાંતિ નુ સુખ પ્રાપ્ત કરવા ઝંખે છે. કારણ કે, શાંતિ જ સ્વધર્મ છે. શાંતિ જ સંસ્કાર ની સમીપ છે. શાંતિ દિવ્ય શક્તિ છે. શાંતિ સંસ્કૃતિ છે. મન ની સાચી શાંતિ પ્રાપ્ત થવાથી જ સુખચેન પ્રાપ્ત થાય છે. એ ખરૂ સુખચેન સૌ માનવી ને મળે એ માટે ટંકારા શહેરમા રવિવારે સવારે સર્વ બ્રહ્માકુમારીઝ ભાઈ – બહેનો શાંતિ દૂત બની શ્વેત વસ્ત્રમાં મુખના મૌન તથા મનના શુભ વિચારો દ્વારા, શાંતિના મહામંત્ર સાથે નગર ના રાજમાર્ગો પર શાંતિ યાત્રા દ્વારા શહેરમા શાંતિના સ્પંદન અને પ્રકંપન ફેલાવવા નો ધર્મ ના માર્ગે પ્રયાસ કરાશે. જેમા, પંથકના દરેકને શાંતિ દાતા બનીને જોડાવા માટે આમંત્રણ પાઠવી વિશ્વને શાંતિનુ દાન આપવામા સહયોગી બનવા અંત મા લાગણી વ્યક્ત કરી હતી.


