ટંકારા: બ્રહ્માકુમારીઝ દ્વારા વિકટીમ ડે અંતર્ગત અકસ્માતે મૃત્યુ પામેલા દિવંગતોને શ્રધાંજલિ કાર્યક્રમ યોજયો.

Advertisement
Advertisement

વિશ્વભરમા શાંતિપૂર્ણ વિચારો ફેલાવવાના ઉદ્દેશ્યથી કાર્યરત બ્રહ્માકુમારીઝ દ્વારા ટંકારામા હાઈવે પર અકસ્માતમા મૃત્યુ પામેલા દિવંગત આત્માઓની શાંતિ માટે રોડ વિકટીમ ડે અંતર્ગત હાઈવે પર શાંતિ માટે પ્રાર્થના યોજી શ્રધાંજલિ કાર્યક્રમ યોજ્યો હતો. આ તકે, બ્રહ્માકુમારી સંધ્યાબેને અકસ્માત મુદ્દે જાગૃતિ દાખવવા અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
વર્તમાન ફાસ્ટ યુગમા ભાગદોડ ભરી જીંદગીમાં અધિરાઈ થી હાઈવે પર અકસ્માતો સર્જાતા હોય છે. અને નિર્દોષ જીંદગી અકાળે આથમી રહી છે. એનુ કારણ લોકો મન અને ચિત ની શાંતિ ગુમાવી ચુક્યા હોવાથી બ્રહ્માકુમારી સંસ્થા ટંંકારા દ્વારા હાઈવે પર રોડ વિકટીમ ડે અંતર્ગત કાર્યક્રમ યોજી અકાળે અકસ્માત મા જીવન ગુમાવનારા આત્માઓને શાંતિ માટે હાઈવે કાંઠે પ્રાર્થના યોજી શ્રધાંજલિ અર્પણ કરવાનો સદભાવના કાર્યક્રમ યોજ્યો હતો.જેમા, બ્રહ્માકુમારી સંધ્યાબેને ઉપસ્થિત અનુયાયી સમુદાયને રોડ અકસ્માત સેફ્ટી વિષે જાગૃત થવા સંદેશો આપતા જણાવ્યુ હતુ કે, જીવન યાત્રા તથા સડક યાત્રા બંનેનો આધાર છે – મન અને મન ચલિત છે. વ્યક્તિના મનમા ચાલતા વિચારોનો પ્રભાવ વાહનની ગતિ પર જરૂર પડે છે.બ્રહ્માકુમારીઝનુ લક્ષ્ય હંમેશા મનને શાંત કઈ રીતે શાંત રાખવુ અને શાંત મન થી રોડ અકસ્માત થી બચવા મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી. મન શાંત કરવા પ્રાર્થના જરૂરી છે. સમય મળ્યે તથા મુસાફરી દરમિયાન શાંત ચિત્તે સ્મરણ કરવાથી અકસ્માત નિવારણ શકય છે. આ પ્રસંગે અકસ્માતે મૃત્યુ પામેલા તમામ આત્માઓના પરીવારજનોને શાંતિ અને દુઃખ સહન કરવાની શક્તિનુ પ્રાર્થના થકી દાન પ્રદાન કરાયુ હતુ.