લેણીયાત લેણી રકમ અંગે યોગ્ય પુરાવા પુરવાર કરવામા નિષ્ફળ.
🔽
નાની વાવડી ના યુવાને મિત્રે હાથ ઉછીના રૂપિયા એક લાખ આપ્યા હતા. પરંતુ લાંબો સમય વિતવા છતા મિત્ર નાણા પરત ન કરતો હોવાથી ઉઘરાણી કરતા નાણા વસુલવા રોકડા ને બદલે બેંક નો ચેક આપ્યો હતો.જે ચેક વટાવવા બેંક મા રજુ કરતા ચેક બેલેન્સ ના અભાવે પરત ફરતા લેણીયાતે નેગોસીએબલ એકટ હેઠળ મોરબી કોર્ટમા ફરીયાદ દાખલ કરતા કેસ ચાલી જતા નામદાર કોર્ટે ઉલટતપાસ મા પુરતા પુરાવાના અભાવે નાણા લેનાર ઈસમને નિર્દોષ છોડી મુકયો હતો.
મોરબીના નાની વાવડી ગામના અમીત હસમુખ રાચડીયાએ આમરણ ગામે રહેતા પ્રકાશ દેવજી કાસુન્દ્રા ને નાણાની જરૂરીયાત હોવાથી મિત્ર દાવે રૂપિયા એક લાખ હાથ ઉછીના આપ્યા હતા. જે લાંબો સમય વિતવા છતા નાણા પરત ન મળવાથી પ્રકાશે જે તે વખતે આપેલ ચેક બેંકમા રજુ કરતા ફંડ ઈનસીફીસીયન્ટ (ખાતા મા નાણા નથી) ના શેરા સાથે બેંકે પરત કર્યો હતો.જે મુદ્દે લેણદારે તેમના વકીલ મારફતે ચેક રિટર્ન સબબ ધી નેગોસિએબલ ઈન્સ્ટુમેન્ટ એકટ ૧૩૮ હેઠળ કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા દરમિયાન બચાવ પક્ષના વકીલ વી.એસ. માનસતાએ હાથ ઉછીના આપેલા નાણા ની રકમ અંગે ખુલાસો કરવા મુદ્દે ઉલટતપાસ મા પુછતાછ કરતા રોકડા નહીં પરંતુ પોતે ડીજે પાર્ટીના કાર્યક્રમ ની લેણી રકમ લેવાની હોવાનુ ફરીયાદીએ જણાવ્યુ હતુ. લેણી રકમ અંગે પુરાવાઓ પુરતા ન હોવાની બચાવપક્ષ ના વકીલની દલીલો કોર્ટે માન્ય રાખી મોરબીના એડી.જજ ચાંદનીબેન જાડેજાએ પુરાવાના અભાવે પ્રકાશને નિર્દોષ છોડી મુકાયો હતો.


