જીવાપર ગામે પરપ઼ાંતિય ખેતમજુર પરીવાર નો માસુમ ૬૦ ફુટ ઉંડા કુવામા ખાબકતા મોત નિપજયુ.

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના જીવાપર ગામના ખેડુત ને ત્યા ખેતમજુરી કામ કરતા પરપ઼ાંતિય શ્રમિક પરીવાર નો માસુમ બાળક નિર્દોષ રમત રમતા અકસ્માતે પાણી ભરેલા ૬૦ ફુટ ઉંડા કુવામા ખાબકતા ડુબી જવાથી તેનુ મોત નીપજયુ હતુ. બનાવ અંગે ટંકારા પોલીસને જાણ થતા પોલીસે અકસ્માતે થયેલ મોતના બનાવની નોંધ કરીને વધુ તપાસ હાથ ધરી હતી.
બનાવની જાણવા મળેલી હકિકત મુજબ ટંકારા તાલુકાના જીવાપર ગામના ખેડુત જાવેદમીયા જુમામીયા મસાકપોત્રા ની ગામડે સીમમા આવેલ ખેતીની જમીનમા દાહોદના ધાનપુરા તાલુકાના રાછવા ગામ ના મહેશ કાળુ ભાભોર ખેતમજુરી કરવા પરીવાર સાથે જોડાયો હતો. અને સીમ વગડામા આવેલ ખેતરમા જ વસતા હતા. નિત્યક્રમ મુજબ શ્રમિક પરીવાર ખેતીકામમા પરોવાયો હતો. એ વખતે પરીવાર નો માસુમ જયદીપ નામનો બાળક ખેતરમા નિર્દોષ રમત મા ગુલ થઈ ખેલતા કુદતા ખેતરમા આવેલ કુવા નજીક આવેલી ઓરડી ઉપર ચડવા જતા પગ લપસી જતા સીધો પાણી ભરેલા ૬૦ ફુટ ઉંડા કુવામા ખાબક્યો હતો. અકસ્માતે કુવામા પડી જતા બાળક્ને બચાવવા માટે મોરબીથી ફાયરટીમ ની મદદ મેળવાઈ હતી. પરંતુ મહેનત સફળ નિવડી નહોતી. અને બાળકનુ પાણી ભરેલા ઉંડા કુવામા  ડુબી જવાથી ઘટનાસ્થળે જ મોત નિપજયુ હતુ.બનાવની જાણ ટંકારા પોલીસ ને કરવામાં આવતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.