હિરાપર ગામે જર્જરીત પાણી સ્ટોરેજ સંપને પાડતી વખતે મકાન -દુકાન પર પડતા કડુસલો.
પેટા: અવધિ પૂર્ણ થવાથી શોભા ના ગાંઠીયા જેમ ઉભેલા ટેન્ક ને શ્રમિકો પાડી રહ્યા હતા.
ટંકારાતાલુકાના હીરાપર ગામે ગામડાના પાદરમા વર્ષો પૂર્વે પિવાનુ પાણી સ્ટોરેજ કરવા માટે સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા પાણીનો સ્ટોરેજ સંપ બનાવવામાં આવેલ હતો.પરંતુ છેલ્લા ઘણા સમયથી ટેન્ક બિન ઉપયોગી હાલતમા બંધ હોવાથી ખખડધ્વજ થઈ મોતની જેમ ઝળુંબી રહ્યો હોવાથી ગામડાની ગ્રામ પંચાયત દ્વારા તેને જમીન દોસ્ત કરવા માટે પાણી પુરવઠા બોર્ડ સમક્ષ માગણી કરવામાં આવી હતી જે માગણી ગ્રાહ્ય રાખી પાળવાની મંજુરી આપવામાં આવી હતી.પરંતુ કરમની કઠણાઈ કહો કે, કોન્ટ્રાકટર ની બેદરકારી સંપ ધ્વંશ થઈ નિર્ધારિત દિશામાં પડવાને બદલે કડડભૂસ થઈ નજીકમાં આવેલા રહેણાંક મકાન અને દુકાન પર પડતા મકાન અને દુકાન નો પણ કડુસલો બોલી ગયો હતો. સદનસીબે કામગીરી ચાલુ હોવાથી નજીક ના તમામ પરીવારના સભ્યોને આગોતરા સલામત સ્થળે ખસેડી લીધા હોવાથી જાનહાની ટળી હતી.
ટંકારા તાલુકાના જામનગર હાઇવે પર આવેલા હીરાપર ગામે આજથી 30 વર્ષ પહેલા પાણીના જથ્થાનો સંગ્રહ કરવા માટે ગામડાના પાદરમા પાણી સટોરેજ કરવા માટે જમીન થી વીસેક ફુટ ઉંચો સંપ ધ્વંશ બનાવવામાં આવેલ હતો.હાલ નવો સંપ બનવાથી બિન ઉપયોગી અને ૩૦ વર્ષ જુનો હોય અવધી પૂર્ણ થવાથી શોભા ના ગાંઠીયા ની જેમ જગ્યા રોકી ઉભો હોવાથી ગ્રામ પંચાયત દ્વારા પાણી પુરવઠા બોર્ડ સમક્ષ તેને ધ્વંશ કરવા માટે મંજૂરી માંગવામાં આવી હતી જે નિયમ મુજબ ગ્રામ પંચાયતની હુકુમત હેઠળની મિલકત હોવાથી પાડવા માટે મંજૂરી આપેલ હતી મંજૂરી મળ્યા બાદ ગ્રામ પંચાયત દ્વારા પાણીના સંપને સ્ટોરેજ સંપને જમીનદોસ્ત કરવા માટે કોન્ટ્રાક્ટ અપાયો હતો પરંતુ અણ આવડત અને બિન કુશળ શ્રમિકો દ્વારા સવારે પાણી નો સંગ્રહ કરતા ટેન્ક ને જમીન દોસ્ત કરવા કામગીરી હાથ ધરાઈ હતી.પરંતુ પાણી નો ટેન્ક નિર્ધારિત દિશામાં ધરાશાયી થવાના બદલે નજીક મા આવેલ મકાન અને દુકાન પર કડડભૂસ થઈ પડતા મકાન અને દુકાન પર ખાબકતા મકાન અને દુકાન નો કચડઘાણ નિકળી ગયો હતો. સદનસીબે કામગીરી હાથ ધરાઈ એ પૂર્વે નજીક ના રહીશોને આગોતરા સલામત સ્થળે ખસેડી લેવામાં આવ્યા હોવાથી જાનહાની ટળી હતી. જાણવા મળ્યા પ્રમાણે મકાન દુકાન ગામડાના સ્થાનિક રજનિકભાઈ સવસાણીનુ હોવાનુ જાણવા મળેલ છે.અને ઘરવખરી સહિત કિમતી સામાન નો ભુક્કો બોલી ગયો હતો.
હિરાપર ગામે પાણી સંગ્રહ કરવા માટેનો સંપ મકાન પર પડવા મામલે છેલ્લા ઘણા સમયથી બિન ઉપયોગી હાલતમા બંધ પડ્યો હતો.ત્રીસ વર્ષ પૂર્વે બનેલો સ્ટોરેજ સંપ ગ્રામ પંચાયતની હુકુમત હેઠળ હોય પાણી પુરવઠા બોર્ડની જવાબદારી નથી
મહેશભાઈ દામા, કાર્યપાલક ઈજનેર પા.પુ.બોર્ડ.


