વિજલાઈન મુદ્દે ચાલતા ગજગ્રાહમા લજાઈ ગામે રોષ સાથે ખેડુતોએ આગામી ચુંટણીમા પ્રચાર માટે મનાઈ ના બેનર લગાવ્યા.

છેલ્લા ઘણા લાંબા સમયથી ખેતરમાથી પસાર થતી હેવી વીજલાઈન મામલે ખેડુતોની માંગણી સામે ઝુકી યોગ્ય વળતર જાહેર કર્યુ હતુ. પરંતુ સરકાર ની જાહેરાતથી ખેડુતો નાખુશ થયા બાદ આંદોલન ચલાવી રહ્યા છે. અને હવે આ મુદ્દે ગામેગામ સરકાર ની નિતીરીતિનો જાહેરમા થવા લાગ્યો છે. ટંકારાતાલુકાના લજાઈ ગામે ગામડાના ખેડુતો સ્વૈચ્છિક એકઠા થઈ ખેડુતોની માંગણી મુજબ સરકાર તરફથી પરિપત્ર જાહેર નહીં થાય તો આગામી ૨૦૨૨૭ ની વિધાનસભા ચુંટણીમાં ભાજપ ઉમેદવારોએ મત માંગવા માટે ગામમાં પ્રવેશવા નહીં દેવાનો શંખ ફુકયો હતો. મોરબીના જેતપર ગામેથી શરૂ થયેલી લડત બાદ પચાસથી વધુ ગામડામા સરકાર વિરૂધ્ધ બેનરો લાગી ચુક્યા છે.
વિજલાઈન મુદ્દે છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા વિવાદમા ખાનગી કંપનીઓ અત્યારસુધી પોલીસ સાથે દમન ગુજારતી હોવાનુ અને ખેડુતો ને પુરતુ વળતર મળતુ ન હોવાથી ભારે જોરશોરથી વિવાદ અને આંદોલન ઉગ્ર બન્યા બાદ સરકારને ઝુકવુ પડયુ હતુ અને માર્કેટ ભાવ મુજબ વળતર ની જાહેરાત કરી હતી. પરંતુ ગામડાના ખેડુતો ને વાત ગળે ઉતરી નહોતી અને વિરોધ યથાવત રહ્યો છે. ગામડામા સરકાર વિરૂધ્ધ ખેડુતો ખુલ્લેઆમ વિરોધ કરી રહ્યા છે. ટંકારા તાલુકાના લજાઈ ગામે ગામડાના ખેડુતો સ્વૈચ્છિક રીતે એકઠા થઈ સરકાર વિરૂધ્ધ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા અને ગામડામાં જો ખેડુતો ની માંગણી સંતોષાઈ નહીં તો આગામી ૨૦૨૭ ની વિધાનસભા ચુંટણી માં સરકાર વિરૂધ્ધ મતદાન કરવાની ખુલી ચેતવણી આપી ઉપસ્થિત ખેડુતોના સમુહે ગામ મા ભાજપના ઉમેદવારને પ્રવેશવા દેવામાં નહીં આવે એવા બેનર લગાવ્યા હતા. મોરબીના જેતપુરથી આંદોલનના મંડાણ શરૂ થયા બાદ ગામેગામ સરકાર વિરૂધ્ધ ભારે નારાજગી સાથે પચાસથી વધુ ગામડામા સરકાર સામે ખુલ્લેઆમ વિરોધ કરી પ્રવેશબંધી ના બેનરો લાગ્યા છે.
જોકે, સરકારને ઢંઢોળવા સત્યાગ્રહ પણ ચાલી રહયા છે. જેમાં, અનેક ગામડાના ખેડુતો મહિલાઓ સ્વૈચ્છિક જોડાઈ રહ્યા છે.


