ત્રણ દિ’ પૂર્વે સરાયા ગામે ઘરફોડી કરનાર તસ્કર વધુ એક ચોરીને અંજામ આપે એ પૂર્વે પોલીસે દબોચ્યો.

Advertisement
Advertisement
 તસ્કરો પણ હવે નવી તરકીબ પર કામને અંજામ આપી રહ્યા હોય એમ વરસતા વરસાદમાં હાથ સાફ કર્યો.
Oplus_131072
ત્રણ દિવસ પૂર્વે ટંકારા તાલુકાના સરાયા ગામે એક બાજુ મેઘરાજા મન મુકીને વરસી રહ્યા હતા.એ તકનો લાભ લઈ મધરાતે હરામખોર તસ્કરો ઘરધણીની ઉંઘ મા ખલેલ પાડ્યા વગર ઘર ફંફોસી સોનાની માળા અને ઘરમા રાખેલ રોકડ રકમ સહીત રૂપિયા ૧.૭૨ લાખની મતા ઉસેડી મેઘાવી માહોલનો લાભ લઈ નાસી છુટ્યા હોવાની ભોગ બનનારે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી. ચોરીના બનાવ બાદ પોલીસ હરકતમાં આવી છાનભીન હાથ ધરી સઘન પેટ્રોલિંગ હાથ ધરી રાજકોટ હાઈવે પર એક અજાણ્યા શખ્સને મધરાતે શંકાસ્પદ થી અટક કરી પુછતાછ કરતા ગામડાની ચોરી ની કબુલાત આપતા પોલીસે તેની અંગજડતી લઈ તેના કબજામાથી રૂપિયા ૯૩૦૦/- ચોરીના કબજે કરી વિધીવત ધરપકડ કરી રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી. જોકે, પોલીસના હાથે ઝલાયેલા શખ્સે અન્ય બે શખ્સ સામેલ હોવાનુ જણાવતા પોલીસે તેને હાથવગા કરવા કવાયત હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલા સરાયા ગામના અને વાંકાનેર ખાતે રા.ડી.કો-ઓ બેંક મા ફરજ બજાવતા લલિત મોતીભાઈ ઢેઢીએ ગત ત્રણ દિવસ પૂર્વે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવી હતી કે, મુશળધાર વરસાદ પડતો હોવાથી ગામડાના સૌ કોઈ પરીવાર સાથે આહલાદક મોસમ હોવાથી પોતપોતાના આશિયાનામા પોઢી ગયા હતા. પોતે પણ પરીવાર સાથે ગાઢ નિદ્રામાં જપી ગયા હતા. વરસતા વરસાદ નો લાભ લઈ કોઈ હરામખોરો ઘર ફંફોસી ઘરમાથી સોનાની માળા અને ઘરમા રાખેલ રોકડા રૂપિયા ૧૫ હજાર સહિત કુલ રૂપિયા ૧.૭૨ લાખની ચોરી કરી ગયા હતા.વરસાદ વચ્ચે ધનલાભ ખાટવા સક્રિય થયેલા તસ્કરો ને પકડવા પોલીસે સઘન રાત્રી પેટ્રોલીંગ હાથ ધરી નિશાચરો નુ પગેરૂ મેળવવા કમર કસી રહી હતી એ દરમિયાન મંગળવારે મધરાતે રાજકોટ હાઈવે પર એક અજાણ્યો શખ્સ બંધ દુકાન પાસે ચક્કર લગાવતો હોવાનુ ધ્યાને આવતા પોલીસે અટકાવી પુછતાછ કરતાં પ્રત્યુતરમા ગેંગેફેંફે કરતા પોલીસે આકરી પૂછપરછ કરતા ભાંગી પડેલા શખ્સે ત્રણ દિવસ પૂર્વે સરાયા ગામે વરસતા વરસાદમાં ચોરીની કબુલાત આપતા પોલીસે તેની અંગજડતી લેતા તેના કબજામાથી રૂપિયા ૯૩૦૦/- મળી આવતા પોલીસે સ્થળ પર થી વિધીવત અટક કરી પોલીસ મથકે લાવી પ્રાથમિક પુછપરછ કરતા તે મૂળ કેશોદ અને હાલ જુનાગઢનો કરણ મનુ વાછાણી હોવાનુ જણાવી ચોરીમાં તેની સાથે જુનાગઢ ના અન્ય બે શખ્સો વિશાલ સોલંકી અને સુનીલ સોઢા પણ સામેલ હોવાનું જણાવતા પોલીસે તેના સુધી પહોંચવા ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસના હાથ લાગેલા તસ્કર ના રીમાન્ડ મેળવવા કાર્યવાહી હાથ ધરી હતી.