મોટીબરારમા કમોસમી વરસાદે જમીનદોસ્ત થયેલા થાંભલે વિજપ્રવાહ ચાલુ રહેતા તંત્રની ટીકા.

તાજેતરમા તેજ પવન સાથે પડેલા કમોસમી વરસાદ થી માળીયા તાલુકાના મોટી બરાર ગામે સીમમાથી પસાર થતી હેવી વિજલાઈનના વીજપોલ ધરાશાહી થવાની ઘટના બન્યા બાદ લાંબા સમય સુધી વીજ પ્રવાહ ચાલુ રહેતા ખેડુતોના જીવ પડીકે બંધાયા હતા. આ મુદ્દે કોગ્રેસના અગ્રણીએ બેદરકાર વિજતંત્રની ઝાટકણી કાઢી બે છાટા પડે ને વિજરાણી રીસાઈ જાય છે. ત્યારે કુદરતી કહેરની અગમચેતી ટાણે ઉંઘી જનાર તંત્રના પાપે કોઈ નો જીવ ગયો હોત તો? તેવો સવાલ ઉઠાવ્યો હતો.
પાચ દિવસ પૂર્વે દિવસ પૂર્વે વાતાવરણમા પલટો આવી પવનની આંધી સાથે પડેલા કમોસમી વરસાદથી માળીયા તાલુકાના મોટીબરાર ગામની સીમમાથી પસાર થતા હેવી વિજલાઈનના થાંભલા ધરાશાહી થવાની ઘટના બની હતી. થાંભલા પડવાની ઘટના લોકો પણ કુદરતી કહેર હોવાથી બન્યાનુ સમજે જ છે. પરંતુ ઘટના ઘટ્યા બાદ પણ વિજપ્રવાહ લાંબો સમય સુધી ચાલુ રહેતા ખેતીકામ કરતા ખેડુતો સહિત ખેતમજુર વર્ગ મા રીતસર ભયનુ લખલખુ પ્રસરી ગયુ હતુ. સદનસીબે જાનહાની ટળી હતી. પરંતુ આળસુ વિજતંત્ર ની બેદરકારી કોઈનો ભોગ લેશે નો મુદ્દો ઉઠાવી કોગ્રેસના રમેશ રબારીએ વિજવિભાગના જવાબદારો ની ઝાટકણી કાઢી બે છાટા પડે વિજળી ગુલ કરવામા સુરા તંત્રને પણ કમોસમી વરસાદની આગાહી હોવા છતા ખરા સમયે ઘોરી જનારૂ તંત્રની કર્તવ્ય નિષ્ઠા શંકા ઉપજાવનારી હોવાની આકરી ટીકા કરી હતી.


