હરબટીયાળીના શિક્ષકોએ શિક્ષણ સાથે જીવ કલ્યાણ કાર્યો થકી સામાજીક ઉતરદાયિત્વની મહતા સમજાવી

Advertisement
Advertisement
૧૦૦ ચકલીના માળા વિતરણ કરી ઘરેલુ પક્ષીની સંભાળ, કીડીઓને આહાર આપી કરૂણાના પિરીયડ લીધા
Oplus_131072
ટંકારાના નાનકડા હરબટીયાળી ગામે આવેલી પ્રાથમિક શાળા દ્વારા સૃષ્ટિના સર્જનહારે સર્જેલ નાનકડા જીવો નુ જતન કરવા માટે સરાહનીય પ્રયાસ કરી પક્ષીઓમા નાનકડી ચકલી માટે લાકડાના સુંદર માળા બનાવી ગામડામા ઘરે બાંધવા માટે નિ:શુલ્ક વિતરણ કરાયા હતા. ઉપરાંત, સુક્ષમ જીવ ગણાતી કીડીઓની ચિંતા કરી કીડીઓને પોષણ મળે એવુ પૌષ્ટિક કિડીયારૂ શિક્ષિકા દ્વારા તૈયાર કરી શાળાના ભૂલકાઓ સાથે કીડીઓના આવાગમન સ્થાને પુરી જીવ માત્ર ની પરવા અને ચિંતા કરવા અભ્યાસ સાથે વિધાર્થીઓને પ્રેકટીકલ જ્ઞાન આપી જીવકલ્યાણ કર્મ કરવાની શીખ આપતુ શિક્ષણ અપાયુ હતુ.
Oplus_131072
 રાજકોટ હાઈવે પર આવેલ ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે પાદરમા આવેલી પ્રાથમિક શાળા ના આચાર્ય હરેશભાઈ, શિક્ષિકા ગીતાબેન સાંચલા સહિતના શિક્ષકોએ ભૂલકાઓ માત્ર પુસ્તકીયા કીડા ન રહે પરંતુ શિક્ષણ સાથે મનુષ્યનુ સામાજીક ઉતરદાયિત્વ અને ઈશ્વરે સર્જેલી સૃષ્ટિના જીવ માત્ર પ્રત્યે ભીતરમા કરૂણા અને દયાની લાગણી ભૂલકાઓના ભિતરમા ધબકતી રહે એ માટે શાળામા આંગણાનુ પક્ષી ગણાતી નાનકડી ચકલી ઓની જાતને લુપ્ત થતી બચાવવા અને તેનુ જતન કરવાનો નુસ્ખો બાળ માનસમા ધબકાવવા માટે ચકલીનુ ઘર (લાકડાના માળા) બનાવી શાળામા બાંધી ગામડામા ઘર આંગણે બાંધવા વિતરણ કર્યા હતા. ઉપરાંત, સૃષ્ટિ પરનો સુક્ષમ જીવ ગણાતી કીડીઓના પોષણની ચિંતા કરી તેનો આહાર પૌષ્ટિક કીડીયારૂ બનાવી નાનકડા છાત્રોને સાથે રાખી કીડીઓના આશ્રય સ્થાન પર આહાર પુરી ભૂલકાઓને પાઠ્ય પુસ્તકના જ્ઞાન સાથે જીવકલ્યાણ કાર્યોનુ પણ સમાજમા અતી મહત્વ હોવાથી કરૂણા, દયા અને સેવાકીય પ્રવૃત્તિઓનુ પ્રેકટીકલ કાર્ય પંતુજીઓએ કરી સરાહનીય રીતે મહાત્મ્ય સમજાવ્યુ હતુ.