ટંકારામા પવનની આંધી સાથે કમોસમી વરસાદે ઘડીક અંધાધુંધી ફેલાવી, નળીયા- છાપરા ઉડયા.

Advertisement
Advertisement

 

Oplus_131072
મોસમ વિભાગની કમોસમી વરસાદની આગાહી વચ્ચે ટંકારા તાલુકા સહિત લગભગ સમગ્ર કાઠીયાવાડની ધરા ને ભર ઉનાળે તેજ પવન સાથે વરસાદે ઘડીભર ધમરોળી નાખતા ખેડુતો સહિતના તમામની ચિંતા વધારી દીધી હતી. ટંકારા પંથકમા ભારે પવન તથા કેટલાક સ્થળોએ કરા સાથે વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી વહેતા થયા હતા. વરસાદ સાથે પવનની તેજ આંધી થી કેટલાય કાચા પાકા મકાન, ઝુપડા, લારી ગલ્લા ના છાપરા ઉખેડી દુર દુર ફગાવી દીધા હતા.

Oplus_131072
રાજયમા કમોસમી વરસાદની મોસમ વિભાગની આગાહી વચ્ચે ટંકારા તાલુકા સહિત લગભગ આખા કાઠીયાવાડને ભર ઉનાળે પવનની આંધી સાથે વરસાદે ધમરોળી નાખી ખેડુતો સહિત તમામ વર્ગ ની ચિંતા વધારી દીધી હતી. ટંકારા પંથકમા બપોરે લગભગ ચારેક વાગ્યે ભારે પવન સાથે વરસાદ વરસતા રોડ રસ્તા પર પાણી હાલતા થયા હતા. કેટલાય સ્થળોએ કરા પણ પડયા હતા. વરસાદ સાથે વાવાઝોડા જેવી પવનની આંધીથી કાચા પાકા મકાન, ઝુપડા, નાનકડા ધંધાર્થીના લારી-ગલ્લાના છાપરા પવનની તેજ ગતિ એ ઉખેડી ફેકી દીધા હતા. જયારે, ખેડુતોના ખેતરમા ઘઉં, ડુંગળી સહિતના ખુલ્લા ખેતરમા લણણી થયેલ ફસલને નુકશાન થયુ હતુ.