ટંકારા પોલીસે છતર GIDC માથી સવા કરોડથી વધુ વિદેશી દારૂના મુદ્દામાલ સાથે ત્રણ ને દબોચ્યા, હજુ પાંચ ને પકડવા કસરત.

Advertisement
Advertisement

ટંકારા તાલુકાના છતર ગામે જીઆઈડીસી મા વિદેશી દારૂનુ કન્ટેનર આવ્યુ હોવાની બાતમી મળતા પોલીસ ત્રાટકી, ગોડાઉન ભાડે રાખનાર સહિત પાંચ શખ્સો હાથ ન આવ્યા…

ટંકારા તાલુકાના છતર ગામ નજીક આવેલ ઈન્ડસ્ટ્રીયલ ઝોન મા વિદેશી દારૂનો મોટો જથ્થો ઉતર્યો હોવાની ચોક્કસ બાતમી ટંકારા પોલીસ ને મળતા પોલીસ જીઆઈડીસી મા ત્રાટકી હતી. બંધ ગોડાઉન મા પહોંચેલી પોલીસની વિદેશી દારૂ નો મસમોટો જથ્થો જોઈ આંખો પહોળી થઈ ગઈ હતી. સ્થળ પર થી ૯૮૮ પેટી મળી આવી હતી. જેમાથી ૫૯૪૦ બોટલ ઉપરાંત ચપલા નંગ ૨૭,૬૦૦ તથા ટ્રક, કાર મળી રૂપિયા એક કરોડ ત્રીસ લાખ બે હજાર નો મુદ્દામાલ કબજે લઈ ત્રણ પરપ્રાંતિય શખ્સોને સ્થળ પર થી ઝડપી પાડયા હતા. જયારે ગોડાઉન ભાડે રાખનાર સહિત વધુ પાંચ આરોપીઓ સામે ગુન્હો દાખલ કરી પાંચેય શખ્સોને હાથવગા કરવા કવાયત હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા છતર ગામે આવેલ જીઆઈડીસી વિસ્તારમા ચોક્કસ ગોડાઉનમા વિદેશી દારૂ નો જથ્થો ઉતયોઁ હોવાની દમદાર બાતમી ટંકારા ના પોલીસને મળી હતી. બાતમી મળતા ડીવાયએસપી સમીર સારડા, પોલીસ ઈન્સ્પેકર છાસીયા સહિત નો પોલીસ કાફલો છતર ઔધોગિક એકમમા ત્રાટક્યો હતો. પોલીસની આંખો દારૂ નો મસમોટો જથ્થો જોઈ પહોળી થઈ ગઈ હતી. પોલીસ ને સ્થળ પરથી વિદેશી દારૂની ૯૮૮ પેટી મળી આવી હતી. જેમાથી જુદી જુદી બ્રાન્ડ ની ૫૯૪૦ બોટલ ઉપરાંત ટ્રક કન્ટેનર નં.આર.જે.-૧ જીબી ૫૦૧૯ તથા બોલેરો પીક અપ જીપ મળીને કુલ રૂપિયા એક કરોડ ત્રીસ લાખ બે હજાર નો મુદ્દામાલ કબ્જે લઈ સ્થળ પર થી રાજસ્થાનના બાસવાડા જીલ્લાના જોલાવટ ગામ ના કમલેશ બાપુલાલ વડેરા, રતનપુરા ના જીતમલ કાલીયા કટારા, જાંબુડી ગામ ના નાનીમલ વાલીયા સીંગાડા સહિતના ત્રણેય રાજસ્થાન પ્રાંત ના શખ્સો ને હિરાસત મા લઈ પુછતાછ કરતા મોરબીના પ્રિન્સ વિરેન્દ્ર ઝાલરીયા, માણસુર દેવદાન ડાંગર, રાજસ્થાન બાડમેર ના કેહરારામ હરખારામ, બોલેરો જીપ ચાલક રાજુરામ ઉપરાંત, ટ્રક મા દારૂ નો જથ્થો મોકલનાર વધુ પાંચ શખ્સો વિરૂધ્ધ ગુન્હો નોંધી તે તમામ ના કોલર સુધી પહોંચવા ક્વાયત હાથ ધરી હતી.