જબલપુર પ્રા. શાળાના ૧૦૪ વિધાર્થીઓએ હોંશભેર ભાગ લીધો હતો.

ટંકારા તાલુકાના જબલપુર ગામે આવેલી પ્રાથમિક શાળામા ટેકનોલોજી ક્ષેત્રની ઈન્ટેલ (Intel) કંપની દ્વારા AI For Youth કાર્યક્રમ અંતર્ગત હેન્ડ્સ-ઓન વર્કશોપનુ આયોજન કરવામાં આવ્યુ હતુ.
વર્કશોપમા શાળાના ધોરણ 6 થી 8 ના કુલ 104 વિદ્યાર્થીઓ એ જોડાયા હતા. કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને માત્ર સિધ્ધાંત પૂરતુ જ નહીં, પરંતુ કોમ્પ્યુટર પર જાતે પ્રયોગ કરીને આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI) ની કાર્યપધ્ધતિ સમજાવવામા આવી હતી. ઈન્ટેલના નિષ્ણાતો દ્વારા વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર વિઝન, ડેટા સાયન્સ અને નેચરલ લેન્ગ્વેજ પ્રોસેસિંગ (NLP) જેવા AI ના મહત્વપૂર્ણ વિષયો સરળ અને રસપ્રદ રીતે સમજાવવામાં આવ્યા હતા. ઈન્ટરેક્ટિવ સેશનના કારણે વિદ્યાર્થીઓની ટેકનોલોજી પ્રત્યે જિજ્ઞાસા અને નવીન વિચારશક્તિ વિકસાવવા પ્રયાસ કરાયો હતો. AI For Youth કાર્યક્રમ થકી યુવા પેઢીમા ડિજીટલ સાક્ષરતા, સર્જનાત્મકતા અને ભવિષ્યલક્ષી ટેકનોલોજી અંગે જાગૃતિ ફેલાવવાનો હેતુ હોવા સાથે ગ્રામીણ વિસ્તારના વિદ્યાર્થીઓને પણ આધુનિક ટેકનોલોજી સાથે જોડવાનો ઉદેશ્ય હોવાનુ આયોજકોએ જણાવ્યુ હતુ. શાળાના શિક્ષકો અને વાલીઓએ કાર્યક્રમ થી સંતોષ વ્યક્ત કર્યો હતો.


