
મકરસંક્રાંતિ પર્વ એટલે આમ તો મોટેભાગે પતંગોત્સવ તરીકે ઓળખાતો તહેવાર છે. બાળકો સહિત સૌ નાનામોટા પતંગ ની મોજ માણી ઉજવણી કરતા હોય છે. એ અંતર્ગત પર્વ ના પૂર્વ દિવસે લાઈન્સ કલબ ઓફ ટંકારા સીટી દ્વારા તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓમા બાળકો ને મકર સંક્રાંતિની મજા લુંટવા માટે એક હજાર પતંગનુ વિતરણ લાઈન્સ કલબ ના પ્રમુખ ગૌતમભાઈ વામજા ઉપરાંત, પોલીસ ઈન્સ્પેકટર છાસીયા, લજાઈ સરપંચ રાજેશભાઈ, મૂકેશભાઈ વામજા, રાજુભાઈ રૈયાણી, સુરેશભાઈ મસોત, રમેશ પટેલ સહિતના ઓના હસ્તે કરવામાં આવ્યુ હતુ.


