ટંકારામા હરીઓમ નગર માથી રૂપિયા અઢી લાખ ના મેફ્રેડન ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો  

Advertisement
Advertisement

મોરબી જીલ્લા પોલીસના મહત્વના ગણાતા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને ટંકારાનો એક યુવક પોતાના ઘર મા છાને ખૂણે ડ્રગ્સ નો જથ્થો સંઘરી વેપલો કરી રહ્યો હોવાની સચોટ બાતમી મળતા પોલીસે ટંકારા હાઈવે કાંઠે આવેલી સોસાયટીમા દરોડો પાડી ૮૩.૨૦૦ ગ્રામ મેફ્રેડ્રોન ડ્રગ્સ સાથે સ્થાનિક યુવાનને દબોચી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
મોરબી જીલ્લા પોલીસની મહત્વની બ્રાંચ એસઓજી પોલીસને  સચોટ બાતમી મળી હતી કે, ટંકારા શહેરના હાઈવે કાંઠે બાહ્ય વિસ્તારમા આવેલા હરીઓમ નગર મા રહેતો યુવક પોતાના ઘર મા ડ્રગ્સ નો જથ્થો સંઘરી છાને ખૂણે વેપલો કરી રહ્યો હોવાની દમદાર હકીકત મળી હતી. બાતમી મળતા જ જીલ્લાની મહત્વ ની બ્રાંચની પોલીસ ટીમે દરોડો પાડી તલાસી લેતા ટંકારાના સ્થાનિક શખ્સ હાર્દિક નરેન્દ્ર ભાડજાના કબ્જા માથી મેફ્રેડ્રોન ડ્રગ્સ નો ૮૩.૨૦૦ ગ્રામ જથ્થો કિંમત રૂપિયા ૨,૪૯,૬૦૦૦/- મળી આવતા પોલીસે ડ્રગ્સ, ૨-મોબાઈલ, ડીજીટલ વજનકાંટો સહિત કુુલ રૂપિયા ૨,૮૪,૬૦૦/- સાથે હાર્દિક સામે ગુન્હો દાખલ કરી વિધીવત ધરપકડ કરી વિશેષ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. પોલીસ આ મામલે ઉંડાણ પૂર્વક તપાસ હાથ ધરી ડ્રગ્સ ક્યાંથી મેળવી અત્યારસુધીમાં ક્યાં વેચાણ કરતો સહિતના મુદ્દે છાનભીન કરે તો કેટલાક લોકલ શખ્સો બેનકાબ થવાની શક્યતા હોવાનુ ચર્ચાઈ રહ્યું છે.