
ટંકારા તાલુકા રામાનંદી સાધુ સમાજ દ્વારા શનિવારે હાઈવે કાંઠે આવેલ ખાખી મંદિર ખાતે ૧૦૦૮ પ.પૂ. જગતગુરૂ રામાનંદાચાર્યજીના પ્રાગટ્ય દિન નિમિત્તે ઉત્સવ ઉજવવા માટે તૈયારી ને આખરી ઓપ અપાયો હતો. જે અંતર્ગત પ્રમુખ રમણીકભાઈ રામાનુજ અને મંત્રી નરેન્દ્રભાઈ કુબાવતે સંયુક્ત યાદીમાં જણાવ્યા મુજબ શનિવારે સવારે ગુરૂ પુજન, ધર્મસભા પૂર્ણ થયે સમુહ હનુમાન ચાલીસા પાઠ અંતિમ સેશનમા સમાજના તેજસ્વી તારલાઓને સન્માનિત કરી સન્માન પુરસ્કાર થી નવાજીસ કરાયા બાદ રાજભોગ દર્શન પૂર્ણ થયે સમુહ મહાપ્રસાદ યોજાશે. ધર્મોત્સવ પ્રસંગે તાલુકાના તમામ રામાનંદી સાધુ પરીવાર ને પધારવા કારોબારી સમિતિએ આમંત્રણ પાઠવી આગ્રહ ભર્યો અનુરોધ કર્યો હતો.


