ટંકારા બાર એસોસિએશનમા વર્ષ ૨૦૨૬ માટે પ્રમુખ-સેક્રેટરી સહિતના હોદ્દેદારો નિમાયા.

Advertisement
Advertisement

જોઈન્ટ સેક્રેટરી તરીકે મહિલા એડવોકેટ ને સ્થાન મળ્યુ.

ટંકારા ન્યાયાલય ના પરીસરમા બાર એસોસિયેશન ના જુના હોદેદારોની મુદ્ત પૂર્ણ થતા નવા હોદ્દેદારો નિમવા વકીલ મંડળ ની બેઠક મળી હતી.જેમા, પ્રમુખ તરીકે પટેલ, ઉપપ્રમુખ તરીકે કાનજી દેવડા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જોશનાબેન ચૌહાણની વરણી કરવામા આવી હતી.

ટંકારા તાલુકા મથકે આવેલ ન્યાયાલય ના પરીસર મા ટંંકારા બાર ના સભ્યો હોય એવા તમામ વકિલો ની બેઠક બાર એસોસિયેશનના નવા હોદેદારો નક્કી કરવા માટે મળી હતી. તાલુકાના તમામ વકિલોની ઉપસ્થિતિમા પ્રમુખ તરીકે પી.ટી. પટેલ, ઉપપ્રમુખ તરીકે કાનજી દેવડા, સેક્રેટરી તરીકે હિતેષ ભોરણીયા અને જોઈન્ટ સેક્રેટરી તરીકે જોશનાબેન ચૌહાણ વર્ષ ૨૦૨૬ માટે સિલેક્ટ થયા હતા. બાર એસોસિએશન મા નોંધાયેલા તમામ વકીલો બાર ની નવી કારોબારી રચવા એકઠા થયા હતા. જોઈન્ટ સેક્રેટરી તરીકે શોભનાબેન ચૌહાણ વરણી પામ્યા હતા. આ તકે, બાર ના હોદ્દેદારો પસંદ કરવાની પ્રક્રિયામા પૂર્વ પ્રમુખ આર.જી. ભાગીયા, સંજય ભાગીયા, પૂર્વ સેક્રેટરી એડવોકેટ અને નોટરી અતુલભાઈ ત્રિવેદી, મુકેશ બારૈયા, હિરેન નિમાવત, અલ્પેશ દલસાણીયા, અરવિંદ છત્રોલા, બિપીન સોલંકી, રવિ લો, કલ્પેશ સેજપાલ, જુગલ ગાંધી, ધવલ ગાંધી, દેવજી ચૌહાણ, રાહુલ ડાંગર, વિવેક પરમાર, બદરૂદ્દીન હાલા સહિતના સિનીયર જુનિયર એડવોકેટો ઉપસ્થિત રહી પ્રક્રિયા આટોપી હતી.