
ટંકારા તાલુકાના મિતાણા હાઈવે પર આવેલા ખોડીયાર આશ્રમે ત્રણ મહિના પૂર્વે મધરાતે થયેલી લુંટ ના ગુનામા સંડોવાયેલા નિશાચરો પાસેથી કબજે થયેલ રોકડ ઉપરાંત, ગયેલ સોના-ચાંદીની વસ્તુઓ ટંકારા પોલીસે કાયદાની જોગવાઈ અનુસરી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ મંદિરના મહંતા ને પરત કરી હતી.
ગત તા. ૩૦ મી જુલાઈ એ મધરાતે ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલા મિતાણા નજીક આવેલ ખોડીયાર માતાજી ના મંદિરે ચાર હરામખોર તસ્કરો એ ત્રાટકી આશ્રમ ના તાળા તોડી મંદિરના મહંતા સાધ્વી રામચરણદાસ માતાજી નારણદાસજીને છરી દેખાડી ડરાવી ધમકાવી બળજબરી પૂર્વક મહંતા ના કાનમા પહેરેલી સોનાની કડી, હાથમા પહેરેલ ચાંદી નુ કડુ કઢાવવા ઉપરાંત, રોકડા રૂપિયા સહિતના ૮૭,૦૦૦ રૂપિયા ની મત્તાની લુંટ ચલાવી વટભેર નાસી ગયા હતા બનાવની ફરીયાદ નોંધી ટંકારા પોલીસે તપાસ હાથ ધરી આરોપીઓને પકડી પાડયા હતા. અને પકડાયેલા તસ્કરો પાસેથી લુંટ પૈકી નો ૫૫,૨૦૦/- નો મુદ્દામાલ કબજે લીધો હતો. જે કબજે લીધેલ રોકડ સહિત ની માલમત્તા પોલીસે કાયદાની જોગવાઈ અનુસરી ડીવાયએસપી સમીર સારડાના હાથે પો.ઈ. કૃણાલ છાસીયા એ તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ ભોગ બનેલા મહંતા ને પોલીસ થાણે તેડાવી પરત કર્યા હતા.


