મિતાણા ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ રીક્ષા ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમા રીક્ષા ચાલક પિતાનુ મોત, પુત્ર ગંભીર.

Advertisement
Advertisement

મોરબી રાજકોટ હાઈવે પર ટંકારા તાલુકાના મીતાણા ખાતે આવેલા ઓવરબ્રિજ પર બંધ ટ્રક પાછળ રીક્ષા ઘુસી જતા સર્જાયેલા અકસ્માતમા રીક્ષા ચાલક પિતાનુ સ્થળ પર મોત નિપજયુ હતુ. જ્યારે, રીક્ષામા સવાર સગીર પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. બનાવ અંગે મૃતકના ભાઈ એ ટ્રક ચાલક વિરૂધ્ધ ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

 

અકસ્માતના બનાવ અંગે ટંકારા પોલીસમા મોરબીના લાયન્સનગર મા રહેતા દેવીપુજક ગોપાલભાઈ દુલાભાઈ દેલવાણીયા એ નોંધાવેલી ફરીયાદ પ્રમાણે તેમના નાનાભાઈ પ્રતાપભાઈ અને ભત્રીજો નિલેશ બંને મોરબીથી રાત્રે ટંકારા તાલુકાના છતર ગામે કામ સબબ જઈ રહ્યા હતા એ વખતે રાજકોટ હાઈવે પર મિતાણા ખાતે આવેલા ઓવરબ્રિજ પર ટ્રક જીજે ૩૨ વી ૮૬૮૯ રાત્રે કોઈ આડસ કે લાઈટ સિગ્નલ વગર બંધ હાલતમા પડેલ હોવાથી ટ્રક ચાલકની બેદરકારી થી પોતાના ભાઈની સીએનજી રીક્ષા અથડાતા અકસ્માત સર્જાયો હતો. જેમા, રીક્ષાચાલક નાનાભાઈ પ્રતાપભાઈ (ઉ.વ.૩૫) નુ ઘટનાસ્થળે મોત નિપજ્યુ હતુ.જયારે, રીક્ષામા સવાર મૃતકના સગીર વયના પુત્રને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામા આવેલ હોય ટ્રક ચાલક વિરૂધ્ધ ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે બનાવની વધુ તપાસ હાથ ધરી હતી.