એક વર્ષ પૂર્વે હીરાપર નજીકથી સગીરાને નસાડી જનાર યુવાન રાજકોટથી ઝડપાયો.

Oplus_131072
Advertisement
Advertisement
ટંકારા: એક વર્ષ પૂર્વે હીરાપર નજીકથી સગીરાને નસાડી જનાર યુવાન રાજકોટથી ઝડપાયો.
ટંકારા તાલુકાના હીરાપર ગામના પાટીયા પાસેથી એક વર્ષ પૂર્વે સગીર વયની યુવતીનુ અપહરણ કરી ભગાડી જનાર યુવાનને ટંકારા પોલીસે રાજકોટ નજીક થી ટેકનિકલ સર્વેલન્સ ની મદદથી ભાળ મેળવી સગીરા સાથે પકડી પાડી પોકસો કલમ ઉમેરી કાર્યવાહી હાથ ધરી હતી.
ગત તા. ૧૮ ઓક્ટોબર ૨૦૨૫ ના પડધરી તાલુકાના હડમતીયા (જં)નો ૨૧ વર્ષિય યુવક હસમુખ સુરેશભાઈ ચૌહાણ ટંકારા તાલુકાના જામનગર હાઈવે પર આવેલ હીરાપર ગામ નજીકથી સગીર વયની યુવતીને નસાડી ગયો હોવાની ફરીયાદ નોંધાઈ હતી. પોલીસ ભાળ મેળવવા પોલીસકામે વળગી હતી. ખાનગી છાનભીન દરમિયાન પોલીસને હ્યુમન સોર્સીસ તથા ટેકનીકલ સર્વેલન્સની મદદથી મહત્વની કડી મળતા પોલીસટીમે રાજકોટના માંડાડુંગર વિસ્તારમા પહોંચી તપાસ હાથ ધરતા અહીંયા હસમુખ મજુરી કામ કરતો હોવાનુ‌ જાણવા મળતા પોલીસે તેને દબોચી સગીરા સાથે પકડી પાડી ધરપકડ કરી પોક્સો એક્ટ ની કલમનો ઉમેરો કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.