સજનપર મામાના ઘરે આવેલા થાનગઢના યુવાનને ઉઘરાણી મુદ્દે માર પડ્યો.

Advertisement
Advertisement
સજનપર મામાના ઘરે આવેલા થાનગઢના યુવાનને ઉઘરાણી મુદ્દે માર પડ્યો, ભાણેજ ની લપ મા કંટાળીને મામાએ દવા ગટગટાવી.
ટંકારાતાલુકાના સજનપર ગામે મામા ના ઘરે થાનગઢ થી ભાણેજ આવ્યો હતો.અને નાનીમા સાથે ફળીયામા બેઠા બેઠા વાતો કરતા હતા એ વખતે ચાર શખ્સો ઘરમા ઘુસી આવી ભાણેજ પાસે કાર ના બાકી નાણા અંગે ઉઘરાણી કરી બબાલ કરી મારકુટ કરતા નાનીમા વચ્ચે પડતા ઉઘરાણીએ આવેલા શખ્સોએ નાનીમા ને હડસેલો મારી બેફામ ગાળો ભાંડી હતી. ધમાલ થયા નુ જાણી અને અવારનવાર ઉઘરાણીથી કંટાળીને યુવકના મામાએ દવા પી લેતા સારવાર માટે ખસેડ્યા હતા. બનાવ અંગે ભાણેજે ટંકારા પોલીસમા રાવ નોંધાવતા પોલીસે ફરીયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના થાનગઢના પ્રજાપતિ ધવલ પ્રવીણ સવાડીયા ટંકારા તાલુકાના સજનપર ગામે રહેતા મામા દેવજી મોહન અંદોદરીયા ના ઘરે રોકાવા આવ્યો હતો. અને મામા કામકાજ સબબ બહાર ગયા હતા.ભાણેજ આવ્યો હોવાથી નાનીમા સાથે ફળીયામા બેઠા બેઠા વાતો કરતા હતા એ વખતે ચાર શખ્સો ઘરમા ઘુસી આવી ભાણેજ ધવલ પાસે કાર ના નાણા ની ઉઘરાણી કરી બબાલ કરી હતી.અને થપ્પડ મારતા તમાસો જોઈ નાનીમા સવિતાબેન વચ્ચે પડતા વૃધ્ધાને હડસેલો મારતા મુંઢ ઈજા પહોંચાડી હતી. બનાવ અંગે ધવલે ટંકારા પોલીસમા ઉઘરાણીએ આવેલા થાનગઢના દિલીપ જગુભાઈ ગીડા, પુથુભાઈ ગીડા અને બે અજાણ્યા શખ્સો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી હતી. બબાલ દરમિયાન મામા દેવજીભાઈ આવી પહોંચતા મામા પાસે કાર ના લેણા રૂપિયા પંદર લાખ મુદ્દે ઉઘરાણી કરવા લાગ્યા હતા. મામાએ હમણા રકમની વ્યવસ્થા નહીં હોવાનુ કહ્યુ હતુ. ઉઘરાણીથી કંટાળીને દેવજીભાઈએ દવા ગટગટાવી લેતા સારવારમા ખસેડાયા હતા.