ટંકારા નજીક હાઈવે પર બાઈકસવારને ટેન્કરે હડફેટે લેતા ટાયર હેઠળ ચગદાઈ જતા મોત.

Advertisement
Advertisement
ટંકારા નજીક હાઈવે પર બાઈકસવારને ટેન્કરે હડફેટે લેતા ટાયર હેઠળ ચગદાઈ જતા મોત.
મોરબી રાજકોટ હાઈવે પર પુરઝડપે જતા ટેન્કર ચાલકે ઈ બાઈકને હડફેટે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમા ઈ-બાઈક ચાલક આધેડ હાઈવે પર પટકાતા તેમના પર કાળમુખા ટેન્કરના પાછલા તોતિંગ વ્હીલના ટાયર ફરી વળતા ઘટના સ્થળે જ ઘરે જતા બાઈક ચાલકનુ મોત નિપજ્યું હતુ.
 ટંકારા તાલુકાના વીરપર ગામના નવનીત વિરજી નામના આધેડ કોઈ કામ સબબ ઘરેથી નીકળી રાજકોટ મોરબી હાઈવે પર પસાર થઈ રહ્યા હતા. તેઓ પરત ફરી રહ્યા હતા એ વખતે ઓચિંતા પુરપાટ ઝડપે ધસી આવેલા ટેન્કરે હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. અકસ્માતથી ઈ-બાઈક સવાર આધેડ હાઈવે પર પટકાયા હતા. અને તેમના પર કાળમુખા ટેન્કરના પાછળના વ્હીલ નો જોટો ફરી વળતા ઘટના સ્થળે જ તેઓનુ મોત નિપજ્યું હતુ. બનાવ અંગે મૃતકના ભાઈ ચુનીલાલ વાધરીયાએ ટંકારા પોલીસમા બનાવની ફરીયાદ નોંધાવતા પોલીસે ટેન્કર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.