મિતાણાના શખ્સને આંતરી દસ શખ્સોએ લાકડી ધોકા ફટકારી માર માર્યો.

Advertisement
Advertisement
મિતાણાના શખ્સને આંતરી દસ શખ્સોએ લાકડી ધોકા ફટકારી માર માર્યો.
પોલીસને તુ કેમ બાતમી આપશ? કહી હાઈવે પર ધોકા પાઈપ સહિત ઢીકા પાટુ માર્યા.
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામ પાસે હાઈવે પર પસાર થઈ રહેલા બે યુવાનોને દસ શખ્સોએ આંતરી ને તુ પોલીસને બાતમી કેમ આપશ ? એમ કહી લાકડી ધોકા વડે ફટકાર્યા હોવાની રાવ ભોગ બનેલા યુવાને ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.
ટંકારા તાલુકાના રાજકોટ હાઈવે પર આવેલ મીતાણા ગામે રહેતા જયદીપ બાબુભાઈ બસિયાએ ટંકારા પોલીસમા નોંધાવેલી ફરીયાદ મુજબ તેઓ હાઈવે પર તેમના મિત્ર રોહિત સાથે પસાર થઈ રહ્યા હતા. એ વખતે અગાઉથી હરબટીયાળી ગામ પાસે તેઓને આંતરી કનુભાઈ મશરૂ ઝાપડા અને મુકેશ મશરૂ ઝાપડા ઉપરાંત તેઓની સાથેના આઠ શખ્સોએ તુ પોલીસને બાતમી આપે છે.એમ કહી રોકયા બાદ બંને શખ્સોને બેફામ ગાળો ભાંડી લાકડી ધોકા પાઈપથી ફટકારી તમામ શખ્સો નાસી છુટ્યા હતા. બનાવ અંગે ભોગ બનેલા શખ્સે ટંકારા પોલીસમા ફરીયાદ નોંધાવતા પોલીસે રાબેતા મુજબ તપાસ હાથ ધરી હતી.