ટંકારાના માછલીયા તળાવમા મજુરને મગર દેખાયાની વાતે તંત્રને ધંધે લગાડયુ.

Oplus_131072
Advertisement
Advertisement
ટંકારાના માછલીયા તળાવમા મજુરને મગર દેખાયાની વાતે તંત્રને ધંધે લગાડયુ.
ટંકારાના પાદરમા કલ્યાણપર ગામ તરફના માર્ગે આવેલ રજવાડા સમયના માછલીયા તળાવ તરીકે ઓળખાતા તળાવમા મગર આવી ચડ્યો હોવાની ચર્ચાએ વેગ પકડતા કોઈએ ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવતા તંત્ર ધંધે લાગ્યુ હતુ. જોકે, ફોરેસ્ટ વિભાગે મગર અંગે પુષ્ટિ કરી નહોતી.
ટંકારા શહેરના બાહ્ય વિસ્તારમા કલ્યાણપર ગામ તરફના રસ્તે રજવાડા સમયનુ તળાવ આવેલ છે. આ તળાવ માછલીયા તળાવ તરીકે ઓળખાય છે. જાણવા મળ્યા પ્રમાણે કોઈ શ્રમિક તળાવ કાંઠે હાથપગ ધોવા જતા તળાવના પાણીમાં મગર જોવા મળતા ગભરાટ સાથે કાગારોળ કરતા શહેરભણી દોટ મુકી હતી. મજુરે મગર જોયાની વાત બયાન કરતા સામાજીક કાર્યકર જાવિદ માણકીયા, ઈરફાનભાઈ સહિતના તળાવ કાંઠે દોડી ગયા હતા. અને પાલિકા પ્રમુખ પંકજ કારેલીયા, સદસ્ય રશ્મિ કાંત દુબરીયા સહિતનાઓએ તળાવની પાળે પહોંચી સ્થાનિક ફોરેસ્ટ વિભાગને મગર આવી ચડયાની જાણ કરતા તંત્રના જવાબદારો નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા. અને છાનભીન હાથ ધરી હતી. જોકે, બનાવ અંગે ફોરેસ્ટ ગાર્ડ મેહુલ સંઘાણી નો સંપર્ક કરતા તેઓએ તળાવમાં મગર આવી ચડ્યા ની વાત ને પુષ્ટિ કરી નહોતી. તેમ છતા ફરીયાદ મળી હોવાથી સઘન શોધખોળ હાથ ધરી છે.