હરબટીયાળી શાળામા ભૂલકાઓ વચ્ચે બિસ્કીટ સ્પર્ધા યોજાઈ.
ટંકારા તાલુકાના હરબટીયાળી ગામે આવેલ પ્રાથમિક શાળામાં શિક્ષકો દ્વારા પોષણ માસ અંતર્ગત બાળકો માટે સ્વાસ્થ્યને અનુરૂપ પોષણયુકત બિસ્કીટ સ્પર્ધા યોજવામાં આવી હતી.સ્પર્ધામા ભાગ લેનારા ભૂલકા ઓ વચ્ચે વધુ બિસ્કીટ ખાવાની હોડ રખાયેલ હતી. સ્પર્ધાનુ આયોજન શાળાના આચાર્ય હરેશભાઈ માણાવદરીયા, દેવજીભાઈ પડસુંબિયા,મહેશભાઈ વીસપરા,જયસુખભાઈ ,રાજેશભાઈ વાધરીયા, દિનેશભાઈ મેંદપરા,પારૂલબેન અંબાણી, શિલ્પાબેન, જી.એમ.સાંચલા દ્વારા કરાયુ હતુ.



